________________
બત્રીશી-૧૦, લેખાંક-૧૪
૫૦૩ ઔદયિકભાવ માટે પણ છે. પૃથ્વીકાય વગેરે જીવોને હિંસા વગેરેની કે ક્રોધ વગેરેની વ્યક્ત બધી જ પ્રવૃત્તિ અટકી ગઈ હોવા છતાં હિંસાદિનું ને ક્રોધાદિનું પ્રણિધાન અક્ષત હોવાથી હિંસા વગેરે પાપસ્થાનથી ભ્રષ્ટ થવાનો (= હિંસાની વિરતિ પ્રાપ્ત થવાનો) લાભ થતો નથી.
આમ પ્રણિધાન હોય ને પ્રવૃત્તિ ન હોય એ પરિસ્થિતિ વિચારી. હવે, પ્રવૃત્તિ હોવા છતાં જો પ્રણિધાન ન હોય, ઉપરથી વિપરીત પ્રણિધાન હોય, તો શું થાય છે એ વિચારી લઈએ.
પ્રવૃત્તિ કરતાં વિરુદ્ધ પ્રણિધાન, પ્રવૃત્તિમાં અરુચિ ઊભી કરાવે છે, પરિણામે ધીમે ધીમે પ્રવૃત્તિને છોડાવે છે. ને એ રીતે પ્રવૃત્તિનું બાધક ને નાશક બને છે.
આ વાત પણ ઔદયિક ને ક્ષયોપથમિક બન્ને ભાવો માટે છે. વિષયવિલાસ વગેરે ઔદયિકભાવની પ્રવૃત્તિ છે. પણ વૈરાગ્યનું પ્રણિધાન જો કેળવાઈ જાય તો વિષયવિલાસની પ્રવૃત્તિ મોળી પડવા માંડે જ.ને ઔદયિક ભાવ ક્રમશઃ ક્ષાયોપથમિક ભાવમાં પરાવર્તિત થવા માંડે જ. જ્ઞાનોપાર્જન વગેરે ક્ષાયોપશમિકભાવની પ્રવૃત્તિ છે. પણ જો, એશઆરામ વગેરેનું પ્રણિધાન ઊભું થઈ જાય તો એમાં ખામી આવવા માંડે જ. ને લાયોપથમિકભાવ ધીમે ધીમે ઔદયિકભાવમાં (વિસ્મરણાદિમાં) પરિણમવા માંડે.
અવિરત સમ્યગુદૃષ્ટિને અવિરતિની પ્રવૃત્તિ ઔદયિકભાવ છે. છતાં ભાવસમ્યકત્વ એ રત્નત્રયીના પ્રણિધાનરૂપ હોવાથી એ ઔદયિકભાવરૂપ અવિરતિને ક્રમશઃ ખસેડી લાયોપથમિક ભાવરૂપ રતત્રયીની પ્રકૃષ્ટતાને ખેંચી લાવે છે..
જેને જેનું પ્રણિધાન એને એની પ્રવૃત્તિ ને એમાં યત્નાતિશય સાહજિક આવે છે. એટલે પ્રવૃત્તિ પર જોર આપવા સાથે પ્રણિધાન પર અધિક જોર આપવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org