________________
૫૦ ૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ન જાય. પરિસ્થિતિવશાત્ ક્યારેક પ્રવૃત્તિ અટકે તો પણ એ ધર્મસ્થાનના હ્રાસરૂપ કે ભ્રંશ રૂપ ન બને. એટલે કે અત્યાર સુધીમાં પ્રવૃત્તિ દ્વારા જે પ્રગતિ સાધી છે. એમાંથી ન પીછેહઠ થાય કે ન પ્રગતિ સંપૂર્ણતયા ખતમ થઈ જાય એવું બને.
તપશ્ચર્યાના પ્રણિધાનપૂર્વક તપશ્ચર્યા કરનાર સાધક, રોગી અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા ન કરી શકે તો પણ, ક્યારે ચાન્સ મળે ને તપ કરી લઉં એવા વિચારમાં રમ્યા જ કરતો હોય. ને તેથી એ તપશ્ચર્યાનું વિશ્રામસ્થાન કહેવાય, બ્રશ નહીં.. દીર્ઘ પ્રવાસે નીકળેલો મુસાફર રાત્રે ક્યાંક સૂઈ જાય તો પ્રયાણ અટકી ગયું હોવા છતાં એ પ્રયાણભંગ નથી કહેવાતો, પણ વિશ્રામ જ કહેવાય છે, કારણ કે રાત્રિ પૂરી થતાં એ વધારે સ્કૂર્તિવાળો થઈને પુનઃ પ્રયાણ આદરી દેવાનો જ છે. એમ પ્રસ્તુતમાં જાણવું. માટે જ પ્રબળ વૈરાગ્ય સાથે સંયમ પાળીને દેવલોકમાં ગયેલા જીવને ત્યાં સંયમ ન હોવા છતાં, ચારિત્રનો બ્રશ નથી કહ્યો, પણ વિશ્રામ કહ્યો છે. તેથી જેનો વૈરાગ્ય પ્રબળ એ દેવલોકમાં સમ્યક્ત જાળવી શકે.
જેનો વૈરાગ્ય મંદ, એ દેવલોકમાં સમ્યકત્વ જાળવી ન શકે...
વૈરાગ્ય એટલે જ બીજા શબ્દોમાં સંયમનું ઉપાદેયત્વ પ્રણિધાન કહેવાય.
પ્રબળ વૈરાગ્યવાળા (સંયમના ઉપાદેયત્વ પ્રણિધાનવાળા) જીવને દેવલોકમાં ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોય, પણ એ દર્શનમોહનીયના ક્ષયોપશમથી અનુવિદ્ધ (સંકળાયેલો) હોય ને તેથી સમ્યક્ત જળવાઈ રહે.
આમ પ્રણિધાન જો અક્ષત હોય, તો પ્રવૃત્તિ અટકી જવા છતાં ધર્મસ્થાનથી ભ્રષ્ટ થવાનું નુકશાન થતું નથી, એ આપણે જોયું. આવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org