________________
બત્રીશી-૧૦, લેખાંક-પ૩
૪૯૭
સાધકે અનેકવિધ સાધના કરવાની હોય છે. અહિંસા, સત્યવચન વગેરે... અને ક્ષમા, નમ્રતા, ઋજુતા વગેરે સિદ્ધ કરવાના છે. હવે, સ્વાધ્યાયકાળે તો સ્વાધ્યાયમાં ઉપયોગ હોય છે. એ વખતે પુસ્તક વગેરે કાંઈ લેવા-મૂકવાનો અવસર આવે ત્યારે, “મારે કાંઈ પણ લેવું - મૂકવું હોય તો પૂંજી-પ્રમાર્જીને લેવું-મૂકવું એવો ઉપયોગ તો હોતો નથી. કારણ કે ચિત્ત સ્વાધ્યાયમાં ગૂંથાયેલું હોય છે. તો એ વખતે પૂજવા – પ્રમાર્જવાનું કોણ કરાવે ? એમ એ જ વખતે કોઈ આક્રોશ કરતું આવે, તો “મારે ક્ષમા રાખવાની છે એવો ઉપયોગ તો હોતો નથી, તો ક્રોધને કોણ અટકાવશે? ઈષ્ટ સાધનાને અનુરૂપ આ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ક્ષયોપશમ દ્વારા પ્રણિધાન કરાવે છે. આમ અનુપયોગવાળી કે અન્યત્ર ઉપયોગવાળી અવસ્થામાં અનુકૂળ બાબતની પ્રવૃત્તિ કરવા માટે તથા પ્રતિકૂળ બાબતના પરિવાર માટે પ્રણિધાન ખૂબ આવશ્યક છે. એના એ સાધનાકાળમાં અહિંસા વગેરેની અને ક્ષમા વગેરેની અનેકવિધ સાધનાઓ એકી સાથે ચાલે એવી શક્યતા આ પ્રણિધાનના પ્રભાવે જ ક્ષયોપશમ દ્વારા ઊભી થઈ શકે છે. અન્યથા એક સાધનામાં ઉપયોગ હોય ત્યારે પરિસ્થિતિવશાત્ અન્ય સાધનનાને ઠેસ લાગી જવાની શક્યતા ઊભી થઈ જાય.
એટલે જ અચાનક ઊભી થતી પરિસ્થિતિ વખતે કેવું વર્તન થાય છે એના પરથી પ્રણિધાન ઊભું થયું છે કે નહિ એ તથા ક્ષયોપશમ છે કે નહીં એ જાણી શકાય છે.
પેંડાની બાધા લીધા પછી બે ચાર મહિના બાદ જ્યારે ખાવાનો અચાનક પ્રસંગ આવે ત્યારે તરત યાદ આવી જાય કે “મારે બાધા છે, ખાવાનો નથી” તો પ્રણિધાન ઊભું થયું છે, ને જો યાદ ન આવે, ખવાઈ જાય તો પ્રણિધાન નથી, અર્થાત્ પ્રતિજ્ઞા પરિણામરૂપ બની નથી. એમ માનવું પડે.
મહાવ્રતો ઉચ્ચર્યા બાદ સ્વપ્નમાં જો કાચા પાણીમાં પગ મૂકીને ચાલી જવાનું થાય કે ટ્રેનમાં પ્રવાસ કર્યો વગેરે જોવા મળે, તો સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org