________________
૪૯૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આમાં વેપાર વગેરેનું ચિત્ત તો સાવદ્યવિષયક છે જ... પણ એમ, સામાયિકમાં પૂજાવિષયક કે પૂજામાં સામાયિક વિષયક ચિત્ત પણ અપ્રસ્તુતવિષયક હોવાથી પ્રસ્તુતકાર્યનું સાધક ન બનતાં બાધક બને છે. માટે નિરવદ્ય વસ્તુવિષયક'ના ઉપલક્ષણથી અપ્રસ્તુતઅવિષયક ચિત્ત પણ સમજવું. તથા અનાદર, અવિધિ, અકાળ, ઉતાવળ, વિલંબ અન્યમુદ્ વગેરે દોષોનો પણ “સાવઘ'ના ઉપલક્ષણથી પરિહાર્ય તરીકે સમાવેશ જાણવો. આવા દોષોથી વિવર્જિત ચિત્ત જોઈએ. ટૂંકમાં સ્વદૂષક કે સ્વનાશક જે કાંઈ હોય તે બધું સાવદ્ય (= પ્રસ્તુતબાધકો... તેનાથી રહિત ચિત્ત જોઈએ. આમ અવિચલિત સ્વભાવ, અધઃકૃપાનુગ, પરોપકારવાસના વિશિષ્ટ, નિરવદ્યવસ્તુવિષયક... આવા ચાર વિશેષણોવાળું ચિત્ત એ પ્રણિધાન છે. પ્રણિધાનનો પ્રભાવ :
(૧) પ્રણિધાન એ ક્ષયોપશમનું બીજ છે. અહિંસાદિની (જયણા વગેરેની) પ્રવૃત્તિકાળે તો બદ્ધચિત્તતા (ઉપયોગ) હોવાથી અલ્પ ક્ષયોપશમે પણ ગુણની સાધક બને એની પ્રવૃત્તિ ને એની બાધક બને એની નિવૃત્તિ હોય જ, પણ અન્યકાળે પણ પ્રણિધાનની તીવ્રતાના પ્રભાવે વિશિષ્ટ ક્ષયોપશમ બન્યો રહે છે. અને તેથી, વિપરીત પરિસ્થિતિમાં પ્રણિધાન તરત સાવધાની આપે છે. રાત્રે નિદ્રામાં પણ પડખું ફેરવતી વખતે, રજોહરણથી પ્રમાર્જવાનું થઈ જ જાય. અનુપયોગ દશામાં પણ વિપરીત પ્રવૃત્તિના અવસરે લાલબત્તી ધરવી એ ક્ષયોપશમનું કાર્ય છે. અને આવો ક્ષયોપશમ કેળવાયેલો હોવો જોઈએ જ. રોજ ૩-૪ ફૂટ પહોળી જગ્યામાં સૂનારો ને આળોટનારો રેલવેમાં સાંકડી બર્થ પર સૂએ છે ને છતાં પડતો નથી. સૂતો ત્યારથી પડખું ફેરવવાનો અવસર આવ્યો ત્યાં સુધી કાંઈ એણે “હું બર્થ પર સૂતો છું.. મારે આળોટવાનું નથી.” એવું સતત યાદ કર્યા કરવાનું હોતું નથી. પણ પડી જવાના ભયના કારણે, સૂતી વખતે કરેલો આવો દઢ સંકલ્પ (પ્રણિધાન) પડખું ફેરવવાના અવસરે એને સાવધાન કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org