________________
૪૯૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
પડે કે આરાધનામાં રહેલા શ્રાવક કરતાં પણ, સાધુને ઊંઘમાં પણ જે અસંખ્યગુણ નિર્જરા કરાવે છે તે વિરતિ-પરિણામ (=ક્ષયોપશમ અને એના કારણભૂત પ્રણિધાન) પેદા થયા નથી.
પ્રતિજ્ઞા કરતી વખતના તીવ્ર સંકલ્પથી કે પ્રતિજ્ઞાને વારંવાર યાદ કરવાથી પ્રણિધાન પેદા થઈ શકે છે. સાધુઓને રોજ નવ વાર કરેમિ ભંતે ! ને પંદર દિવસે પક્ખીસૂત્રમાં મહાવ્રતોનું સૂત્રકીર્તન જે કરવાનું હોય છે, તેમાં આ પ્રણિધાન ઊભું કરવાનું ને એને દૃઢ કરવાનું એક પ્રયોજન પણ છે જ.
(૨) જે મેળવવું હોય - જે સાધવું હોય તે ‘ઉપેય' કહેવાય છે. ઉપેયની પ્રાપ્તિમાં જે સાધક હોય તે ઉપાય કહેવાય છે ને જે બાધક હોય તે અપાય કહેવાય છે. એટલે ઉપેયની પ્રાપ્તિ માટે ઉપાયોને અજમાવવા (ઉપાયમાં પ્રવૃત્તિ કરવી) અને અપાયોથી દૂર રહેવું (અપાયોથી નિવૃત્તિ કરવી) એ આવશ્યક હોય છે. પ્રણિધાન ઉપાયમાં પ્રવૃત્તિ ને અપાયથી નિવૃત્તિ... આ બંનેમાં નિયમિતતા ચોકસાઈ લાવે છે, અન્યથા ક્યારેક આ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય ને ક્યારેક ન થાય... એવું અનિયમિતપણું પેદા થાય. ને ક્યારેક એ બંને સાવ છૂટી જાય એવું પણ બને.
પ્રણિધાનના પ્રભાવ તરીકે આ બે લાભો વિચાર્યા. અન્ય બે લાભો વગેરે વાતો આગામી લેખમાં જોઈશું.
તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ સ્વ. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કોટિશઃ વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org