________________
૪૯૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રત્યે પણ, ‘તેઓ અહિંસામાં – દયામાં – જયણામાં કેમ આગળ વધે ?” એવી કરુણા વહાવતું ચિત્ત “પ્રણિધાન માટે આવશ્યક છે. એટલે ષોડશકજીમાં “અધ:કૃપાનુગ” શબ્દ પ્રયોજ્યો છે. અર્થાત્ અધસ્તનગુણ - સ્થાનવર્તી જીવો પ્રત્યે કૃપા વરસાવતું ચિત્ત જોઈએ.
હિનગુણજીવો પ્રત્યે દુર્ભાવ-દ્વેષના સ્થાને વહાવાતી કરુણા પોતાને વિધ્વજય કરાવે છે. વળી એ ગર્વના પરિહારરૂપ છે, માટે સિદ્ધિ સુધી પહોંચાડે છે. એના બદલે દ્વેષ - તિરસ્કાર એ સ્વપ્રાપ્ત ગુણના ગર્વઅહંકારરૂપ છે. જે પ્રાપ્ત ગુણથી જીવને ભ્રષ્ટ કરવા સમર્થ છે. એટલે અવિચલિત સ્વભાવ હોવા છતાં જો અધ:પાના બદલે દ્વેષ હોય તો વિશિષ્ટ લયોપશમ ન થઈ શકવાના કારણે સ્વયં ગુણમાં આગળ વધી શકાતું નથી.
અધકૃપામાં બે અંશ આવે છે. ઉપવૃંહણા અને પ્રેરણા - પ્રોત્સાહન.. જે થોડું ઘણું પણ પાલન કરતો હોય એની ઉપબૃહણા... અને એ અધિક પાલન કરે એ માટે તથા જે કશું નથી કરતો એને એ થોડું ઘણું પણ કરે એ માટે પ્રેરણા – પ્રોત્સાહન આપવા. આ બંને હોય તો કૃપા છે એમ કહેવાય.
(૩) પરોપકારસાર : પરોપકાર કરવાની તક ઝડપી લેવાનું જ થાય. પરોપકારના અવસરે પણ “મારું કામ અટકી જશે અથવા વિલંબમાં પડશે” આવો વિચાર પરોપકારની અટકાયત ન કરે. આવું ચિત્ત એ પરોપકારસાર ચિત્ત છે = પરોપકાર વાસના વિશિષ્ટ ચિત્ત છે. આમાં વિવક્ષિત ધર્મસ્થાનનો પરોપકાર મુખ્ય સમજવાનો. અન્ય બાબતોનો પરોપકાર પણ સામાન્ય તો હોય જ.
પર” વ્યક્તિઓ ત્રણ કક્ષાની હોય છે. પોતાનાં કરતાં નિમ્ન, સમાન અને અધિક. આ ત્રણે પ્રત્યે સહાયકતા આ અનિવાર્ય કર્તવ્ય છે. ભક્તિ ઐચ્છિક છે પણ સહાયકતા તો જોઈએ જ. એ ન હોય તો ગુણ હ્રાસ થાય. એટલે વિહાર કરીને આવેલા મહાત્માના મુખ પર થાક સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org