________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૩
૪૯૩
ત્યાગ, સુપાત્ર ભક્તિ વગેરે કેળવવાનો ઉદ્દેશ આવી જ જાય. (એ ખસીને નામનાની કામના ન આવી જાય.) તપ વખતે આહાર સંજ્ઞા વિજય, કર્મનિર્જરા વગેરે ઉદ્દેશ આવી જ જાય. (પ્રભાવના વગેરે ઉદ્દેશ ન આવી જાય.) પણ જ્યારે એની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ સંસ્કારરૂપે એ સંકલ્પ ચિત્તમાં અવિચલિતપણે અવસ્થિત હોય જ. આનો લાભ એ હોય છે કે જ્યારે પહેલેથી કોઈ સંભાવના ન હોય એવો પણ અચાનક વિવક્ષિત ગુણને સાધવામાં પ્રગતિ કરાવી આપનાર ઉપાયનો કોઈ અવસર લાધી જાય તો એ ઉપાયને વધાવી લેવાનું શક્ય બને છે. જેમકે શ્રીમંત બનવાનો સંકલ્પ અવિચલિત સ્વભાવવાળો જેનો બન્યો છે એ વ્યક્તિ જ્યારે ક્યાંક હરવા-ફરવા જ ગઈ હોય, વેપારની કોઈ કલ્પના પણ ન હોય, ને છતાં જો કોઈ પૈસા કમાવાનો ચાન્સ ત્યાં ઊભો થઈ જાય, તો એને ઝીલી લે છે, જવા દેતો નથી. આનો બીજો લાભ એ છે કે પ્રતિપક્ષી પ્રવૃત્તિકાળે પ્રતિપક્ષના આકર્ષણને એવું પ્રબળ ન બનવા દે કે જેથી વિવક્ષિત પ્રવૃત્તિનો રસ મોળો પડી જાય. જેમ કે વેપારના અવસરે વેપારનો એવો રસ ન પેદા થવા દે કે જેથી, પૂજા કરવાના સમયે પણ વેપારનો જ રસ રહ્યા કરે, ને પૂજાનો રસ મરી જાય.
(૨) અધોવૃત્તિકૃપાનુગ : અહિંસા વગેરે અધિકૃતધર્મસ્થાન અંગે પોતે જેટલી પ્રગતિ સાધેલી હોય તેના કરતાં ઓછી પ્રગતિવાળા જીવો એ હીનગુણ જીવો. એમ જેઓએ હજુ કશી પ્રગતિ સાધેલી નથી એવા જીવો એ` ગુણહીન જીવો. આ બધાનો પણ હીનગુણજીવો તરીકે જ ઉલ્લેખ થઈ ગયેલો જાણવો. આ બધા ‘અધસ્તન ગુણસ્થાનવર્તી જીવો’ પણ કહેવાય. આવા જીવો અંગે ‘આ કાંઈ એટલો દયાળુ નથી...' આનામાં જયણા બહુ ઓછી...’ ‘ફલાણો તો નિર્દય છે...' વગેરે તિરસ્કારયુક્ત વિચારધારા ચલાવતું ને એવાં વાક્યો બોલાવતું ચિત્ત દ્વેષયુક્ત ચિત્ત છે. ચિત્ત અવિચલિત સ્વભાવવાળું હોવા છતાં, જો આવું દ્વેષવાળું હોય તો ‘પ્રણિધાન' આશય માની શકાય નહીં. આવા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org