________________
૪૯૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ (૧) અધિકૃત ધર્મસ્થાનનો કર્તવ્યતા ઉપયોગ : અહિંસા, સત્ય વગેરે ધર્મસ્થાનનો “આ મારે કર્તવ્ય છે (અર્થાત્ આ મારે સિદ્ધ કરવાનો છે) એવો તીવ્ર સંકલ્પ, ષોડશકજીમાં આ અંગે આ પ્રમાણે જણાવ્યું છેઅહિંસા વગેરે અધિકૃત ધર્મસ્થાનની મર્યાદામાં અવિચલિત સ્વભાવવાળું ચિત્ત. અર્થાત, અધિકૃત ધર્મસ્થાન અંગે કંઈક ઓછું-વતું સાંભળવા મળે કે આઘુંપાછું જોવા મળે તો પણ વિવક્ષિત ધર્મસ્થાનની મર્યાદામાંથી વિચલિત ન થઈ જાય એવા અવિચલિત સ્વભાવવાળો સંકલ્પ એ પ્રણિધાન છે. નહીંતર વાચના વગેરેમાં જ્ઞાનોપાર્જનની – સ્વાધ્યાયની આવશ્યકતા સાંભળે, એ સાંભળીને વિપુલ શાસ્ત્રજ્ઞાનનું ઉપાર્જન કરવાનો નિર્ણય કરે. પણ પછી, લોકોમાં વ્યાખ્યાનની બોલબાલા જાણી એનું આકર્ષણ ઊભું થાય અને તેથી શાસ્ત્રસ્વાધ્યાયને ગૌણ કરી નાખે, તો એ પૂર્વે જ્યારે શાસ્ત્રજ્ઞાન મેળવવાનો નિર્ણય હતો ત્યારે પણ એ “પ્રણિધાન રૂપ ન હતો, કારણ કે વિચલિત સ્વભાવવાળો છે. એમ ગૃહસ્થોને વ્યાખ્યાનાદિમાં નીતિની મહત્તા જાણી એનું આકર્ષણ જાગે, નીતિ જાળવવાનો નિર્ણય કરી એનું પાલન શરૂ કરી દે. પણ બીજાની અનીતિ ને યોગાનુયોગ થયેલી જાહોજલાલી જોઈને કે પોતાને નીતિપાલનમાં પ્રારંભે થોડી વિકટ પરિસ્થિતિ નિર્માણ થવા પર નીતિ જાળવી રાખવાના નિર્ણયમાંથી મન વિચલિત થઈ જાય, “મારે નીતિ કર્તવ્ય છે' એવો ઉપયોગ ખસી જાય, તો પૂર્વે કરેલો નીતિનો નિર્ણય પણ પ્રણિધાન આશય રૂપે નહોતો એ જાણવું. આમાં એ સમજવા જેવું છે કે જો કામચલાઉ પ્રવૃત્તિ અટકી જાય, પણ નિર્ણય ન ખસે, તો વિપ્નથી પ્રવૃત્તિનો પ્રતિબંધ છે, પણ પ્રણિધાન ઊભું છે. પણ જો નિર્ણય જ ખસી જાય તો, અવિચલિત સ્વભાવ ન હોવાના કારણે પ્રણિધાન જ નથી એમ માનવું પડે.
આ “અવિચલિત સ્વભાવવાળું ચિત્ત...' એટલે એના બે અંશો છે. જ્યારે વિવણિત ધર્મસ્થાનની પ્રવૃત્તિ હોય ત્યારે તો એના ઉદેશ્ય તરીકે વિવણિત ધર્મસ્થાન નિશ્ચિત હોય જ. જેમકે દાન દેતી વખતે ધનમૂચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org