________________
૪૯૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
કાં તો વિષય-કષાયનું પ્રણિધાન હોય છે, ક્યારેક પ્રણિધાન શૂન્યતા હોય છે ને ક્યારેક દુર્ગતિવારણનું પ્રણિધાન હોય છે. અભવ્યને પણ શ્રુતસામાયિકની પ્રાપ્તિ કહી છે. શ્રુતસામાયિકની પ્રાપ્તિ એટલે જિનવચનોની - શાસ્ત્રોની - શ્રુતની પ્રાપ્તિ થવી એટલો જ અર્થ નથી, પણ એ પ્રાપ્તિના બળે સમભાવની પ્રાપ્તિ થવી એ અર્થ છે. અભવ્ય જીવ પણ પ્રાપ્ત શ્રુતવચનના બળે, ‘વિષય-કષાયથી પાપ બંધાય છે ને પાપથી દુર્ગતિ થાય છે, માટે મારે વિષય-કષાયથી દૂર રહેવું જોઈએ.’ એમ માની વિષય-કષાયની મંદતારૂપ સમભાવ કેળવે છે. ‘કષાય કરીશ તો દુર્ગતિમાં જઈશ... વિષય વિલાસ કરીશ – પ્રમમાંદમાં પડીશ... તો દુર્ગતિમાં દુ:ખો સહેવાં પડશે... માટે, જો મારે દુર્ગતિમાં ન જવું હોય તો વિષયકષાય-પ્રમાદાદિ વારવાં જોઈએ...' એમ સમજી એ સુંદર નિષ્પાપ જીવનરૂપ સંયમ પણ પાળે છે. પણ તિર્યંચગતિ-નરકગતિમાં નથી જવું તો ક્યાં જવું છે ? તો કહે દેવગતિમાં... અર્થાત્ દુર્ગતિના વિકલ્પ તરીકે સદ્ગતિ એની સંવેદનામાં આવે છે, પણ શિવગતિ ક્યારેય આવતી નથી. એમ અપમાન, અપયશ, નિર્ધનતા, ગુલામી, રોગ વગેરેથી એ ત્રાસે છે ત્યારે એના વિકલ્પ તરીકે એને માન, યશ, શ્રીમંતાઈ, શેઠાઈ કે આરોગ્ય વગેરે સંવેદાય છે. પણ માન-અપમાન વગેરે દ્વન્દ્વોથી અતીત એવી શુદ્ધ અવસ્થા ક્યારેય સંવેદાતી નથી. જ્યારે દૃષ્ટિ પામેલા જીવોને એ સંવેદાય છે. અપમાન જેમ જંજાળરૂપ લાગે છે, એમ માન પણ એમને જંજાળરૂપ લાગે છે. દુર્ગતિની જેમ, દેવગતિમાં પણ અનુકૂળ વિષય સામગ્રીમાં પણ એને જીવની કદર્થના લાગે છે.. રોગિષ્ટ શરીર જ નહીં, તંદુરસ્ત શરીર પણ એને ‘ઉપાધિ’ રૂપ જ ભાસે છે. શ્રીમંતાઈને ને સત્તાધીશપણાને પણ એ કર્મોની ગુલામી જ લેખે છે.
પણ અભવ્યને આવી સંવેદનાઓ ક્યારેય થતી ન હોવાથી એને દેવગતિ વગેરેનું જ આકર્ષણ ને એનું જ પ્રણિધાન કે દુર્ગતિવારણનું પ્રણિધાન બન્યું રહે છે, પણ આ બધા દ્વન્દ્વોથી અતીત મોક્ષનું = શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org