________________
| લેખક
- ૫૩.
ગયા લેખમાં યોગદૃષ્ટિની સ્પષ્ટતાનો કંઈક વિસ્તાર વિચાર્યો. એમાં એક વાત એ ધ્યાનમાં લેવાની છે કે - “યોગની પાંચમી દૃષ્ટિમાં
આત્મસ્વરૂપની વિધેયમુખે ઝાંખી થાય છે, ને પ્રથમ વગેરે દૃષ્ટિમાં નિષેધમુખે એ ઝાંખી હોય છે, પણ વિધેયમુખે એ હોતી નથી. આવું બધું ત્યાં જે કહ્યું છે તે પ્રધાનતાની અપેક્ષાએ જણાવું. અર્થાત્ પ્રથમ વગેરે દૃષ્ટિમાં વિધેયમુખ ઝાંખી પ્રધાનરૂપે હોતી નથી. પણ ગૌણરૂપે તો હોય જ છે અને તે વખતે નિષેધમુખે આત્મસ્વરૂપની જે ઝાંખી હોય છે તે પ્રધાનતા હોય છે. છતાં, શુભ કે અશુભ બન્ને પ્રકારના ઔદયિકભાવ અંગે (આ મારું સ્વરૂપ નથી વગેરે રૂ૫) નિષેધમુખે થતી આ અનુભૂતિ પણ પ્રથમાદિ દૃષ્ટિમાં જેવી હોય એના કરતાં પાંચમી વગેરે દૃષ્ટિમાં વધુ વિશદ હોય છે એ સમજાય એવી વાત છે. એમ ક્ષાયોપથમિક ભાવો અંગે પણ (આ મારું વાસ્તવિક સ્વરૂપ નથી... આ પણ વિકૃતિ છે. આ પણ અપ્રધાન છે.... આવી) સંવેદનાઓ અપુનર્બન્ધકને જેવી હોય એના કરતાં સમ્યગૃષ્ટિને ઘણી સ્પષ્ટ હોય છે. તથા ક્ષાયોપથમિક ગુણો અંગે સમ્યગુદૃષ્ટિને વીતરાગતાના ભાસ સાથે પૂર્ણગુણનો ભાસ હોય છે, જ્યારે અપુનર્બન્ધકને વૈરાગ્યના ભાસ સાથે આંશિકગુણનો ભાસ હોય છે.
હવે પ્રસ્તુતમાં આવીએ.. પ્રણિધાન શું છે? એ આપણે વિચારી રહ્યા હતા.... પૂર્વે જોઈ ગયા એ મુજબ સંવેદાંતી દ્વન્દાતીત અવસ્થાના અનુસખ્યાનપૂર્વક, પ્રભુપૂજા – ગુરુવંદન કે આલય-વિહારાદિની પ્રવૃત્તિ અંગે “મારી આવી દ્વન્દાતીત અવસ્થા પ્રાપ્ત થાઓ' આવો દઢ સંકલ્પ હોવો એ (ઉદેશ્ય અંગેનું) પ્રણિધાન છે. આ મોક્ષનું પ્રણિધાન છે. આમાં દ્વન્દાતીત અવસ્થાની માત્ર જાણકારી ચાલી શકતી નથી, પણ એની સંવેદના જ આવશ્યક હોય છે. એની પાછળ એક કારણ એ છે કે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org