________________
બત્રીશી-૧૦, લેખાંક-પર
૪૮૭ વાસ્તવિક વ્યક્તિત્વ શું છે ? એ પડેલું જ હોય છે. અને એટલે, પોતાના એ વાસ્તવિક વ્યક્તિત્વને નુકશાન પહોંચી જાય એવું કશુંક ઉપસ્થિત થાય (જેમ કે તમે તો શિવાજી છે. અભિનેતાના નામની સહી કરવાનો તમને વાંધો ન હોઈ શકે.. લ્યો આ લાખ રૂપિયાના ચેક પર સહી કરી આપો...) તો એ તરત શિવાજીપણાને ભૂલી જઈ પોતાના વાસ્તવિક વ્યક્તિત્વને યાદ કરી, એ વ્યક્તિત્વને નુકશાન પહોંચી જાય એવું - સહી કરી આપવી વગેરે રૂપ - કાર્ય નહીં કરે.
વેદ્યસંવેદ્યપદમાં ચિત્તની આવી સ્થિતિ હોય છે. પોતાના જીવનવ્યવહાર દરમ્યાન “હું એટલે શુદ્ધ આત્મા છું' એવો ઉપયોગ ન હોય તો પણ, જો પોતાની એ વાસ્તવિક “હું તરીકેની શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને મોટી બાધા પહોંચાડે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય, ત્યારે પ્રણિધાન-સંસ્કારરૂપે રહેલું આત્મસ્વરૂપનું સંવેદન, તરત એને લાલબત્તી ધરે છે કે તું કોઈ ફલાણો કે ઢીંકણો નથી... તું તો શુદ્ધ આત્મા છે.. ને એને નુકશાન કરે એવી આ પરિસ્થિતિ સર્જાયેલી છે, સાવધ થઈ જજે.
તત્ત્વનો જાણકાર બની અણુવ્રતાદિ સ્વીકારનાર રાજકુમાર ક્રમશઃ રાજા બન્યો. એક વાર કોટવાલ ચોરને પકડી લાવ્યો. રાજ્યના કાયદા મુજબ ચોરને ફાંસીની સજા રાજાએ ફરમાવવાની હતી. ને રાજા બનેલા રાજકુમારને તરત થઈ ગયું.... અરરર... રાજા બન્યો એટલે મારે આ ક્રૂર સજા ફરમાવવાની ? મારા આત્માનું શું થાય ? એણે વિચાર્યું - હું રાજ્યના કાયદા બદલી શકતો નથી.... ને ફાંસીની સજા ફરમાવી ન શકું.. મંત્રીઓને એણે કહ્યું – આ સજા હાલ મુલતવી રાખો...ને પછી પોતે રાજ્ય ત્યાગ કરી દીક્ષા લઈ લીધી. સજાનું કામ નવા રાજાને શિરે રહ્યું.
યોગદૃષ્ટિ શું છે ? એની કંઈક સ્પષ્ટતા થાય એ માટે આટલો વિસ્તાર કર્યો. હવે પ્રસ્તુત એવા પ્રણિધાનની વાત આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org