________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૩
૪૮૯
જ્ઞાનમય
પણ સ્વરૂપસુંદર વસ્તુની શ્રવણજન્ય (શાબ્દબોધજન્ય) ઇચ્છા કરતાં અનુભવજન્ય ઇચ્છા પ્રબળ હોય છે. આશય એ છે કે કેરીનું વર્ણન સાંભળીને જે ઇચ્છા જાગે, એના કરતાં પણ એકવાર સ્વાદ અનુભવી લીધો, પછી અનુભવજન્ય જે ઇચ્છા જાગે એ અત્યન્ત પ્રબળ રહેવાની જ. પ્રસ્તુતમાં, શાસ્રવચનો દ્વારા ‘મારું શુદ્ધ આત્મસ્વરૂપ નિર્વિકાર - આનંદમય છે' વગેરે સાંભળીને એ પામવાની જે (શ્રવણજન્ય) ઇચ્છા જાગે એના કરતાં એને સંવેદીને - અનુભવીને - જે (અનુભવજન્ય) ઇચ્છા જાગે એ અત્યન્ત પ્રબળ હોય જ. આવી પ્રબળ ઇચ્છા જ ‘હવે તો કોઈ પણ ભોગે આવું શુદ્ધ સ્વરૂપ પામવું જ છે’ એવા દૃઢસંકલ્પરૂપ પ્રણિધાનને પેદા કરી શકે છે. શ્રવણજન્ય નિર્બળ ઇચ્છા નહીં. માટે, પ્રણિધાન આશયમાં, સંવેદનાના - પ્રતીતિના સ્તર પરના શુદ્ધ આત્મસ્વરૂપનું અનુસન્ધાન આવશ્યક મનાયું છે.
-
(મૂળભૂત આ પ્રણિધાન જ, બંધાતાં કર્મોમાં શુભાનુબન્ધ ઊભા થવામાં એક મહત્ત્વનું પરિબળ છે એ જાણવું.)
શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય એટલે કથિત દૃઢસંકલ્પરૂપ પ્રણિધાન આવી જ જાય એવો નિયમ નથી... એ શુદ્ધ આત્મસ્વરૂપની અનન્ય પ્રીતિ કેળવાય.. એની પ્રાપ્તિની લગન લાગે... એ સિવાયનું બધું અસાર લાગે... તો એવો દૃઢ સંકલ્પ ઊભો થાય. આ માટે સંસારની અસારતા, દુ:ખમયતા વગેરેની પ્રતીતિ કરાવનાર વૈરાગ્યની અનિત્યાદિ ભાવનાઓ વારંવાર ભાવવી જોઈએ. પાંચમી દૃષ્ટિથી આ પ્રણિધાન હોય જ... પ્રથમાદિ દૃષ્ટિમાં એ હોય પણ ખરું, ન પણ હોય. હોય તો પણ વિશિષ્ટ કાર્યક્ષમ હોતું નથી.
આ રીતે શુદ્ધ આત્મસ્વરૂપનું-મોક્ષનું પ્રણિધાન કેળવીએ, એટલે ધર્મક્રિયાઓ ‘યોગ’ રૂપ બનવા માંડે છે.
કારણ કે
અભવ્ય જીવને આત્મસ્વરૂપનું પ્રણિધાન ક્યારેય હોતું નથી, શુદ્ધ આત્મસ્વરૂપ ક્યારેય એની સંવેદનામાં આવતું નથી. એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org