________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
યોગદૃષ્ટિનો પ્રારંભ છે. અહીં સુધી પહોંચવા માટે જુની સંવેદનાઓમાં જે ભાસતું હતું એ બધું નિષેધવું આવશ્યક છે.
૪૮૨
એટલે ‘હું મનુષ્ય...’ ‘હું યુવાન્...' ‘હું શ્રીમંત...' ‘હું રૂપવાન્...’ ‘હું નીરોગી...' ‘હું વિદ્વાન્...' ‘હું કાબેલ...’ ‘હું પિતા...’ ‘હું સત્તાધીશ...’ ‘હું ફલાણો...' ‘હું ક્રોધી...' આવા જે કોઈ હું......હું...નાં ચિત્રો આપણી સંવેદનામાં આવે છે એ બધાને પહેલાં ભૂંસવા જોઈએ. જીવ અનાદિકાળથી ઓઘદૃષ્ટિમાં જ છે. એટલે એને આ બધા સાથે તાદાત્મ્ય કેળવ્યું હોવાથી એની સહજ સંવેદનામાં આવા ‘હું'ના જે ચિત્રો આવે છે એ બધા મોહજન્ય જ હોય છે ને એ બધા ભૂંસવાના જ હોય છે.
આત્મહિતેચ્છુ દરેક સાધકે રોજ અવકાશ કાઢી એકાંતમાં બેસી પોતાના આત્માના ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ કરવો જોઈએ... ને શાંતચિત્તે આ બધા ‘હું'ને નિષેધવાનો અભ્યાસ પાડવો જોઈએ. ‘હું’ના જે અને જેટલા વર્તુળો સંવેદવામાં આવે છે એ બધાને નકારતા જવું જોઈએ, ને તે પણ કારણપૂર્વક
મનુષ્યપણું તો આ જન્મથી પ્રાપ્ત થયું છે... એ પૂર્વે ક્યાં હતું ? ના, મનુષ્યપણું એ મારું સ્વરૂપ નથી... અર્થાત્ ‘હું’ એ મનુષ્ય નથી... જન્મ વખતે હું યુવાન્ પણ ક્યાં હતો ? તેથી ‘હું’ એ યુવાન નથી. પૈસો તો ક્યારે ચાલ્યો જાય ? કશું કહેવાય નહીં... એટલે ‘હું’ એ શ્રીમંત પણ નથી, કારણ કે જે પોતાનું સ્વરૂપ હોય તે ક્યારેય ચાલ્યું જાય નહીં. પુત્રનો જન્મ થયો એ પહેલાં હું ‘પિતા’ પણ ક્યાં હતો ? અર્થાત્ પિતૃત્વ વગેરે પણ સાંયોગિક છે. મારું મૂળ સ્વરૂપ નથી.. બીજાની ઉન્નતિ જોઈને મૂરઝાઈ જવું એ મારું સ્વરૂપ નથી... કારણ કે પુત્રની ઉન્નતિ જોઈને તો હું હરખાઉં છું... માટે ઈર્ષ્યા મારો સ્વભાવ નથી... ‘હું’ એ ઈર્ષ્યાળુ નથી. આ જ રીતે ક્રોધ... અહંકાર...રાગ..દ્વેષ...વાસના...વિષય વિલાસ આ બધું કશું મારું સ્વરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org