________________
બત્રીશી-૧૦, લેખાંક-પર
૪૮૧ પ્રતિમંત્ર તરીકે સીધો ન કહી દેતાં હું શ્રીમંત નથી..” “હું રૂપવાન નહીં વગેરે રૂપે “ન' કાર લગાવવાને પ્રતિમન્ટ તરીકે કેમ કહ્યો ? ને તો શુદ્ધ આત્મદ્રવ્ય છું એ બધું પછી કેમ કહ્યું?
ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ સૂચના કરવા માગે છે કે પહેલાં નકારથી શરૂઆત કરો. પછી એ જ તમને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રતીતિ કરાવશે.
અન્ય દર્શનકારોએ પણ પહેલાં નેતિ નેતિ... (હું આ નહીં. હું આ નહીં.) એવું રટણ કરવાનું કહ્યું ને પછી સોડહં...સોડહં (હું સો = તે = શુદ્ધ આત્મા = પરબ્રહ્મ છું)નો જાપ કરવાનો કહ્યો છે.
સીધી વાત છે. જૂનું જે લખેલું છે તે જ્યાં સુધી ન ભૂંસાય ત્યાં સુધી નવું શી રીતે લખાય ? જૂનું જે રીતે લખ્યું છે એનાથી વિપરીત રીતે એ ભૂંસાય.. અનંત કાળમાં અનંતા ભવોમાં જીવે શરીર અને શરીરના સંબંધીઓ સાથે હું ને મારુંનું તાદાભ્ય અનંતીવાર વિચાર્યું છે – બોલ્યું છે ને વર્યું છે. તેથી એ ઠેઠ અંદર અનકોશ્યસમાઈન્ડમાં – સુષુપ્ત મનમાં ગાઢ રીતે બેસી ગયું છે... “હું આ નહીં.’ ‘આ નહીં'... અને “આ મારું નહીં'... વગેરે વારંવાર સભાનપૂર્વક સ્વરસથી ચિંતવવાથી... બોલવાથી.... ને એને અનુસરીને બીજી વિચારધારાઓ પણ ઘડતા રહેવાથી મનના નીચલા (વધુ ને વધુ ઊંડા) સ્તરોમાં, જે “હું શ્રીમંત છું' “રૂપવાન છું' વગેરે માન્યતાઓ ઘડાયેલી છે એ ભૂંસાતી જાય છે ને એના સ્થાને “હું શ્રીમંત નહીં વગેરે વાતો ફીટ થતી જાય છે. મનના ખૂબ ઊંડાણમાં... અંદરના પડમાં “હું શ્રીમંત વગેરે કે “હું શ્રીમંત નહીં' વગેરે આવું જે કાંઈ ફીટ થયું હોય છે એ સંવેદાતું હોય છે. એમાં હું શ્રીમંત વગેરે સંવેદનાઓ એ ઓઘદૃષ્ટિ છે, પણ પછી જ્યારે એમાં હું શ્રીમંત નહીં વગેરે નકારવાળો અનુભવ ઘુંટાવા માંડે છે ત્યારથી જીવને “હું શ્રીમંત નહીં” વગેરે સંવેદનાઓ થવી શરૂ થાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org