________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૨
૪૭૯
હોય છે. (ને સામાન્યથી, એ બોધ મિઠાઈ ત્યાગના નિર્ણયને દૃઢ સંકલ્પ રૂપ બનાવે જ.)
આના પરથી જાણકારીના સ્તર પરના બોધ અને સંવેદનાના સ્તર પરના બોધ વચ્ચેનો તફાવત સ્પષ્ટ સમજી શકાય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપની જાણકારી તો અભવ્યને પણ હોઈ શકે છે, પણ એની એને ક્યારેય સંવેદના થતી નથી, ને તેથી એ ક્યારેય ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં આવતો નથી.
આત્માના સ્વરૂપની આ ઝાંખી - અનુભૂતિના - સંવેદનાના સ્તર ૫૨ થવી કે જે ‘દૃષ્ટિ’ છે તે બે રીતે થાય છે - વિધેય મુખે અને નિષેધ મુખે. આત્માનું સચ્ચિદાનંદમય સ્વરૂપ સંવેદાય એ વિધેય મુખે અનુભૂતિ છે. અને ‘હું મનુષ્ય નથી’ ‘હું ક્રોધી નથી...’ ‘રાગ એ મારું સ્વરૂપ નહીં’ આવી બધી નકારાત્મક પ્રતીતિઓ એ નિષેધ મુખે અનુભૂતિ છે...
પ્રશ્ન - ‘હું આવો નથી...' વગેરે તો આત્માના સ્વરૂપના નિષેધ રૂપ જ છે... માટે એ આત્માના સ્વરૂપ રૂપ છે જ નહીં, તો એની સંવેદનાને આત્મસ્વરૂપની અનુભૂતિ કેમ કહેવાય ?
ઉત્તર - ઘટ વગેરે કોઈ પણ પદાર્થના સ્વરૂપ (પર્યાયો) બે પ્રકારે હોય છે. ઘડાનો પોતાનો આકાર-વર્ણ-સ્પર્શ-વગેરે સ્વપર્યાય કહેવાય છે. એ અસ્તિત્વન ઘડામાં સંબદ્ધ હોય છે. અને ઘટ ભિન્ન પટ વગેરેના જે તાણાવાણા વગેરે સ્વરૂપ, એ ઘડાના પ૨પર્યાય કહેવાય છે ને ઘડામાં નાસ્તિત્વેન સંબદ્ધ હોય છે. એટલે એ પણ ઘડાનું (નિષેધ મુખે) સ્વરૂપ છે જ. આવું જ શુદ્ધ આત્મા અંગે જાણવું... બૌદ્ધોની પરિભાષામાં આને અન્યાપોહ (ઇતરવ્યાવૃત્તિ) કહે છે.
આત્માની વિધેય મુખે સંવેદના કરતાં નિષેધ મુખે સંવેદના સરળ છે. ને ક્રમ પણ આ જ હોય છે. પહેલાં નિષેધ મુખે ને પછી વિધેય મુખે. ‘હું શું છું ?’ એની સંવેદના કરતાં ‘હું શું નથી ?' એની સંવેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org