________________
પ્રણિધાન વગેરે આશયોને લેખાંક
વિસ્તારથી સમજવાનો આપણે પ્રયાસ
કરી રહ્યા છીએ. એમાં મોક્ષના - પર
પ્રણિધાનને સમજવા માટે મિત્રાદિ
દૃષ્ટિ શું છે એ વિચારવાનું છે. એ વિચારવા માટે જાણકારીના સ્તર પર રહેલો બોધ અને સંવેદનાના સ્તર પર રહેલો બોધ. આ બે વચ્ચેનો ફરક આ લેખમાં વિચારીએ.
એક રાજાના હાથમાં એક પુસ્તક આવ્યું. એમાં ઠાંસી ઠાંસીને વૈરાગ્ય ભરેલો હતો. વાંચતા વાંચતા રાજાને પણ ક્ષણભર તો સંન્યાસ લેવાનું મન થઈ ગયું. પુસ્તક લેખકની રાજાએ મંત્રી દ્વારા તપાસ કરાવી ને એની મુલાકાતે ગયા. એ વખતે એ લેખક પોતાના બાળકને હસાવીખિલાવી રહ્યા હતા. ને પોતે પણ એના હાસ્ય પર એકદમ ખીલી ઊઠતા હતા. રાજાને ભારે આશ્ચર્ય થયું. આ તો મોહમાયામાં રહેલો છે. પુસ્તક બતાવીને કહે છે – “આ પુસ્તક તમે લખ્યું છે ?” “હા.” “આમાં તો નીતરતો વૈરાગ્ય છે ને તમે તો મોહમમતાના ખેલ....એક રાગી માણસ વૈરાગ્યની આવી વાતો લખી જ શી રીતે શકે?” “રાજન ! આ પુસ્તક મારું જ લખેલું છે. એ વાત સો ટકા સાચી છે.” “પણ..” “રાજન્ ! મારી સાથે ચાલો...” લેખક રાજાને તીક્ષ્ણ શસ્ત્રો બનાવતાં લુહારને ત્યાં લઈ ગયો.... ધારદાર તલવાર બનાવેલી જોઈને લેખક લુહારને પૂછે છે – આવાં તીક્ષ્ણ હથિયારો બનાવો છો તો તમે તો ઘણા યુદ્ધમાં વિજય મેળવ્યો હશે ?” “ભાઈ! યુદ્ધો લડવા એ તો આ રાજા જેવા પરાક્રમી માણસોનું કામ. અમે શસ્ત્રો ઘડી જાણીએ, ચલાવી ન જાણીએ. એટલે લેખકે રાજાને કહ્યું: ‘હરિનો મારગ છે શૂરાનો - નહીં કાયરનું કામ જો ને... અમે વૈરાગ્યની વાતો પીરસી જાણીએ. વૈરાગ્યને જીવવો એ તો શૂરાઓનું કામ છે, અમારા જેવા કાયરનું નહીં.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org