________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૧
૪૭પ
પરિહાર કરવાના દઢ સંકલ્પરૂપ પ્રણિધાનને નિરુપાધિક બનાવવામાં પણ ઉપકારક નીવડી શકે છે. એટલે એને નિષેધવાની કે વખોડવાની આ વાત નથી, પણ એને જ શુદ્ધ આત્મસ્વરૂપના પ્રણિધાનરૂપે માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.
તો પછી મોક્ષનું વાસ્તવિક પ્રણિધાન એ શું છે ?
આનો નિર્ણય કરવા માટે શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં મિત્રા વગેરે દૃષ્ટિના નિરૂપણમાં જે કહ્યું છે એનો પણ થોડો વિચાર કરી લઈએ. ત્યાં કહ્યું છે કે મિત્રા દૃષ્ટિવાળો જીવ જે વંદનાદિ કરે છે એ પ્રયોગની વિકલતા (કોઈક અંશની ઉણપ) હોવાના કારણે દ્રવ્યક્રિયા રૂપ હોય છે, ભાવવંદનાદિરૂપ હોતા નથી. અભવ્યાદિ જીવો ઓઘદૃષ્ટિમાં રહેલા હોય છે. અને છતાં, જો તેઓ યોગ્ય વેળા-યોગ્ય વિધિ, વિનય બહુમાન ભાવ વગેરે પરિપૂર્ણ પાળી શકે છે – પાળે છે, તો એનાથી આગળ રહેલા મિત્રા દૃષ્ટિવાળા જીવો આ બધું ન જ જાળવી શકે એમ માની શકાય નહિ. એટલે વેળા-વિધિ વગેરેની અધૂરાશ જ હોય એવો નિયમ નથી રહેતો. તેથી અહીં જે પ્રયોગવિકલતા કહી છે તેને વેળા-વિધિ વગેરેની વિકલતારૂપ ન સમજતાં જે બોધને દૃષ્ટિ તરીકે કહેવો છે એની જ વંદનાદિકાળે વિકલતા સ્વરૂપ સમજવી જોઈએ. એટલે જ ત્યાં “તણખલાના અગ્નિના કણ સમાન બોધ વંદનાદિ કરવાના કાળ સુધી ટકતો નથી કે પટુવીર્ય ન હોવાના કારણે સંસ્કાર પડ્યા ન હોવાથી વંદનાદિકાળે સ્મરણરૂપે પણ એ હાજર થતો નથી. અને તેથી એ અભીષ્ટકાર્યક્ષમ થતો નથી.” એમ જણાવ્યું છે. વળી, મિત્રાદિ દૃષ્ટિ પામેલા જીવોનો જ્ઞાનાવરણ ક્ષયોપશમ મંદ જ હોય ને તેથી એ જીવો વિસ્મરણશીલ જ હોય, ને તેથી “આત્મા છે “આત્માનો મોક્ષ (શુદ્ધ સ્વરૂપવાળી અવસ્થા) છે” વગેરેની એની શ્રદ્ધાયુક્ત જાણકારી વંદનાદિકાળે યાદ જ ન આવે.. આવું કાંઈ છે નહીં. એટલે “હું આત્માના શુદ્ધ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે આ વંદનાદિ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org