________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૧
૪૭૩
ધર્મક્રિયા ‘યોગ’ રૂપ હોતી નથી એ વાત બધાને માન્ય તો છે જ. એટલે બાહ્ય રીતે પરિપૂર્ણ એવી પણ તેઓની ધર્મક્રિયાને દ્રવ્યક્રિયારૂપ ઠેરવવા માટે, પ્રણિધાન વગેરેનો અભાવ માનવો જ પડે છે. વળી એકલો પ્રણિધાન આશય હોય તો પણ ક્રિયા યોગરૂપ બની જ જાય એ આપણે પૂર્વે જોઈ ગયા. માટે પ્રણિધાનનો જ અભાવ અને તેના કારણે પ્રવૃત્તિ વગેરે આશયોનો અભાવ તેઓમાં માનવો આવશ્યક છે. તો એવી કઈ શરત છે જે અપરિપૂર્ણ હોવાથી અભવ્યમાં પ્રણિધાન આશય હોતો નથી ? આ વિચારી લેવું પડે. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ એ મનને વિચલિત થવા દેતો નથી. હીનગુણ જીવો પર દ્વેષ લાવીશ કે પરોપકારની વાસના નહીં કેળવીશ તો મને ત્રૈવેયક પ્રાપ્તિ નહીં થાય એવું એ સુપેરે જાણતો હોવાથી એમાં પણ એ કચાશ તો આવવા દેતો જ નથી. તો પછી ખામી ક્યાં છે ?
છેવટે ખામી, મોક્ષ સંકલ્પ કે અહિંસાદિનો નિરુપાધિક સંકલ્પ એને જે હોતો નથી એ જ માનવી પડે છે.
નવમા ત્રૈવેયક સુધી જવાની ઇચ્છાવાળા અભવ્યાદિને પાંચ મહાવ્રતોના પાલનનું પ્રણિધાન, ઈર્યાસમિતિ વગેરેના પાલનનું પ્રણિધાન, દશવિધ શ્રમણધર્મનું પ્રણિધાન.. આ બધું તો પ્રબળ હોય જ છે, અને એના પ્રભાવે એ માખીની પાંખ પણ ન દુભાય એવું નિર્મળ સંયમ પાળે છે...
પણ આ બધાના ઉદ્દેશ્ય તરીકે એના મનમાં નવમા ગ્રેવયકનું પ્રણિધાન જડબેસલાક હોય છે. (ફળ તરીકે આ નવમા ત્રૈવેયકની તીવ્ર આકાંક્ષા જ એના દિલમાં સંયમપાલનનું તીવ્ર પ્રણિધાન ઊભું કરે છે. ‘સંયમપાલનમાં જો જરા પણ અતિચાર લગાડીશ તો નવમો ત્રૈવેયક નહીં મળે... ને મારે એ તો જોઈએ જ છે...' આ પ્રણિધાનના પ્રભાવે જ એ લાખો પૂર્વ સુધી સતત અપ્રમત્તપણે સંયમપાલન કરે છે) પણ નથી એને ક્યારેય આત્માના શુદ્ધ સ્વરૂપનું (મોક્ષનું) પ્રણિધાન આવતું કે નથી ક્યારેય અહિંસાદિનું નિરુપાધિક પ્રણિધાન આવતું.. આ પ્રણિધાન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org