________________
૪૭૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ એને સોપાધિક ન બનાવી દે એ કાળજી રાખવાની.... આટલું કરવામાં આવે તો પ્રણિધાન આશય કેળવાવા માંડે. બીજી રીતે કહીએ તો મોક્ષ સર્વગુણમય છે. અહિંસા, ક્ષમા વગેરે ગુણો એના જ અંશભૂત છે. સર્વગુણમય અવસ્થાની ઝાંખી થાય ને એ મેળવવાની લગન લાગે એ ભલે કંઈક કઠણ હોય.. *કોઈને પણ મન-વચન-કાયાથી પીડા પહોંચાડાય જ શી રીતે ? હું કોઈને આવી કોઈ પીડા પહોંચાડનારો ન બનું આવો સંકલ્પ કંઈક સુલભ છે. ને એ અંશભૂત હોવાથી કાલાન્તરે મોક્ષસંકલ્પને ખેંચી લાવનાર છે જ.
આ જ કારણ છે કે શ્રી યોગવિંશિકા, ષોડશક વગેરે પ્રકરણોમાં પ્રણિધાન આશયની જે વ્યાખ્યા આપી છે તેમાં મોક્ષના પ્રણિધાનનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી. ને સાક્ષાત્ તો માત્ર અહિંસા વગેરે ધર્મસ્થાનનો કર્તવ્યતા ઉપયોગ (દઢ સંકલ્પ) જણાવ્યો છે. ને એ દ્વારા એને કેળવવા પર સાધકે જોર આપવું એમ સૂચન કર્યું છે. આ અહિંસાદિના દૃઢ સંકલ્પમાં ઉપર જણાવી ગયા મુજબ નિરુપાયિકતા ઊભી કરવી અને તેને જાળવી રાખવી એ દરેક સાધક માટે અત્યંત આવશ્યક છે.
અન્યથા અભવ્યાદિમાં પણ પ્રણિધાનાદિ આશયની ને તેથી યોગની વિદ્યમાનતા માનવી પડે. કારણ કે અભવ્યાદિ અચરમાવર્તવર્તી જીવો રૈવેયક પ્રાપ્તિ વગેરેના ઉદેશથી ચારિત્રજીવનનો જયારે સ્વીકાર કરે છે અને નિરતિચાર સંયમપાલન માટે કટિબદ્ધ બને છે ત્યારે પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે આશયો જેનાથી ઉપલક્ષિત થાય એવો બાહ્ય બધો ધર્મવ્યાપાર તેઓમાં પરિપૂર્ણતયા જોવા મળે છે. અવિચલિત સ્વભાવવાળો કર્તવ્યતા ઉપયોગ, પ્રયતાતિશય વગેરેની કોઈ કચાશ તેઓમાં દૃષ્ટિગોચર થતી નથી. કારણ કે “મારે અહિંસાનું નિરતિચાર પાલન કરવું છે' વગેરે સંકલ્પ અને પ્રમાર્જના વગેરેની પ્રયતાતિશયવાળી પ્રવૃત્તિ તેઓમાં જોવા મળે જ છે. તેમ છતાં તેમની આલય વિહારાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org