________________
૪૭૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્ષમા વગેરે કેળવવાનું પ્રણિધાન એ મોક્ષના કારણ તરીકેનું પ્રણિધાન છે. વળી અહિંસા વગેરે સમિતિપાલન વગેરેના ઉદેશ્ય રૂપ પણ છે જ, એટલે કે સમિતિપાલન વગેરેની અપેક્ષાએ અહિંસા વગેરે કેળવવાનું પ્રણિધાન એ ઉદેશ્યના પ્રણિધાન સ્વરૂપ પણ છે જ. સમિતિપાલન વગેરેનું પ્રણિધાન આ અહિંસા વગેરે ઉદેશ્યના કારણ તરીકેનું પ્રણિધાન છે.
આમ મોક્ષ વગેરે આ સંકલ્પ સ્વરૂપ- સંસ્કાર સ્વરૂપ પ્રણિધાનના વિષય છે, એ આપણે જોયું. એમ, પ્રણિધાનના ફળ તરીકે પ્રવૃત્તિ, એના દ્વારા આત્મસંસ્કારની - ક્ષયોપશમની વૃદ્ધિ, એના કારણે પ્રતિબંધકકર્મોના ઉદયમાં હૃાસ, અને એમ કરતાં છેવટે, ક્ષાયિકભાવની પ્રાપ્તિ. આ બધું જાણવું જોઈએ.
અહિંસા-ક્ષમા વગેરે શા માટે કેળવવા છે ? તો કે “મોક્ષ માટે કેળવવા છે' આ રીતે અહિંસા વગેરેના ઉદેશ્યવાળું પ્રણિધાન પણ મૂળતઃ મોસંકલ્પમૂલક હોય તો તો ઘણું સારું જ છે. પણ, ક્યારેક એ આવા મોક્ષસંકલ્પમૂલક ન હોય તો પણ, જો એ “અહિંસાદિ પાળું જેથી મને નવમો નૈવયક મળે વગેરે અભવ્યાદિની ઇચ્છા જેવી ઇચ્છામૂલક ન હોય તો એમાં ફળતઃ મોક્ષ સંકલ્પ રહ્યો જ છે એમ માનવું આવશ્યક છે, કારણ કે અહિંસા વગેરેનો આવો નિરુપાધિક સંકલ્પ એને મોક્ષસંકલ્પમૂલક અહિંસાદિ સંકલ્પની જેમ મોક્ષે પહોંચાડવાનો જ છે. (અર્થાત્ આ નિરુપાધિક સંકલ્પનું પણ એને મોક્ષાત્મક ફળ મળવાનું જ છે.) જેમ નીચલા ધોરણમાં ભણનારને ઉપલા ધોરણમાં જવા માટે આ નીચલા ધોરણમાં ભણું છું' એવે ખ્યાલ ન હોય તો પણ, જો એ “મારે બરાબર ભણવું છે, કાળજીર્થ ભણવું છે, સારા હોંશિયાર બનવું છે' આવા સંકલ્પથી ભણે તો ઉપલ ધોરણમાં જાય જ છે. એટલે કે ઉપલા ધોરણમાં જવાના સંકલ્પપૂર્વક ભણનારને જેમ ઉપલા ધોરણમાં જવાનું ફળ મળે છે એમ આને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org