________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૧
૪૭૧
મળે જ છે. માટે આને પણ ફલતઃ ઉપલા ધોરણનું પ્રણિધાન માનવું જ પડે છે. એમ પ્રસ્તુતમાં જાણવું.
આ જ રીતે કોઈક મધ્યમ જીવ વગેરેને સમિતિપાલન વગેરે આચાર સ્વરૂપતઃ ગમી જાય અને તેથી એનું પાલન કરવાનો નિરુપાધિક સંકલ્પ કરે તો, ભલે કદાચ મોક્ષનું કે અહિંસાસિદ્ધિનું પ્રણિધાન સ્વરૂપતઃ ન પણ હોય તો પણ ફળતઃ એનું અસ્તિત્વ માનવું આવશ્યક બને જ છે. કારણ કે એ પણ ક્રમશઃ અહિંસાની સિદ્ધિ ને મોક્ષપ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે.
ટૂંકમાં, અપ્રશસ્ત ઔદયિક ભાવથી જે પ્રેરિત ન હોય એવો ક્ષયોપશમ ભાવનો (અહિંસા, ક્ષમાદિ કેળવવાનો) કે એના કારણભૂત સમિતિપાલનાદિનો સંકલ્પ, કારણરૂપે સર્વ ક્ષાયિક ભાવના સંકલ્પરૂપ બને છે ને તેથી ‘પ્રણિધાન' રૂપ પણ છે જ.
એટલે, કોઈને હજુ મોક્ષનું પ્રણિધાન ન બન્યું હોય, તો પણ જો અહિંસાસિદ્ધિ વગેરેનું કે સમિતિપાલન વગેરેનું નિરુપાધિક પ્રણિધાન કેળવ્યું હોય તો એની ધર્મક્રિયા એ તુચ્છ દ્રવ્યક્રિયા રૂપ નથી બનતી, પણ ‘યોગ’ રૂપ બને જ છે. મોક્ષના પ્રણિધાનની જેમ આવું નિરુપાધિક પ્રણિધાન પણ અભવ્યાદિ અચરમાવતવર્તી જીવને ક્યારેય સંભવતું નથી. કારણ કે એને વ્યક્તરૂપે કે સંસ્કારરૂપે ભૌતિક અપેક્ષા રહેલી જ હોય છે. આ અપેક્ષાથી એ ક્યારેય મુક્ત થઈ શકતો જ નથી.
તથા, મોક્ષનું પ્રણિધાન એ કાંઈ સહેલી વસ્તુ નથી. પ્રવચનમાં સાંભળીને આપણે પણ આવું બોલતાં કે વિચારતાં થઈએ કે ‘હું આ સામાયિક મોક્ષ માટે જ કરું છું' વગેરે વગેરે... એટલા માત્રથી મોક્ષનું પ્રણિધાન આવી જ જાય એવું નથી... એ વાત આગળ સ્પષ્ટ કરીશું. આમ એની અપેક્ષાએ અહિંસાદિના પ્રણિધાન કંઈક સુલભ છે. અહિંસાદિ કેળવવાનો સંકલ્પ કરવાનો, ને કોઈ ભૌતિક ઇચ્છારૂપ ઉપાધિ ચોંટીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org