________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૧
૪૬૯
વારંવાર દોહરાવવાથી આત્મામાં એક સંસ્કાર ઊભા થાય છે. એટલે જ્યારે ઉપયોગરૂપે પ્રણિધાન ન હોય ત્યારે પણ આ સંસ્કાર પ્રણિધાનનું કામ કરીને વિપરીત પ્રવૃત્તિ વખતે જીવને સાવધ કરે છે. આ સંસ્કારાત્મક કે ઉપયોગાત્મક સંકલ્પરૂપ પ્રણિધાન મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સ્વરૂપ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થવી, એના પરથી એની લગની લાગવી... અથવા પ્રાપ્તવ્યરૂપે ભોગની તીવ્રઇચ્છા વગેરેરૂપ ઉપાધિથી મુક્ત થવું - મુક્ત રહેવું... આ બધું દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમ વિના સંભવિત નથી. એટલે પાયામાં એનો પણ ક્ષયોપશમ જરૂરી છે.
આ પ્રણિધાનના વિષય તરીકે મોક્ષ, મોક્ષના કારણરૂપ ક્ષાયિકભાવો, વળી એ ક્ષાયિકભાવોના કારણભૂત ક્ષાયોપશમિકભાવો, આ ક્ષાયોપશમિકભાવોના કારણભૂત શુભભાવનાઓ અને સદ્સચારો, આ બધાનો પ્રતિબંધ કરનાર (= અટકાયત કરનાર) ઔદયકભાવોનો નિરોધ, એ નિરોધના કારણભૂત અસદ્ભાવનાત્યાગ-અસચારત્યાગ... આ બધું જ આવે છે. અર્થાત્ ‘મારે મોક્ષ જોઈએ જ' આવો સંકલ્પ અને એના સંસ્કાર જેમ પ્રણિધાન સ્વરૂપ છે એમ ‘મારે આત્મસ્વભાવરૂપ (= ક્ષાયિક) ક્ષમા જોઈએ જ' ‘મારે ચૌદ પૂર્વનું જ્ઞાન (= ક્ષાયોપમિક ભાવ) મેળવવું જ છે’ ‘મારે પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરવાનો જ છે' ‘મારે સજ્ઝાય સમો તવો ણત્થિ વગેરે ભાવના (= ક્ષાયોપશમિકભાવના કારણભૂત ભાવના) ભાવવાની જ' ‘મારે ક્રોધાદિને અટકાવવાના જ (= ઔયિક ભાવનિરોધ)’ ‘ક્રોધાદિને અટકાવવા માટે એના નિમિત્તોથી મારે દૂર રહેવાનું જ’ ‘ક્રોધાદિની પ્રતિપક્ષ ભાવનાઓથી મારે ભાવિત થવાનું જ' આવા બધા સંકલ્પો અને એના સંસ્કારો પણ ‘પ્રણિધાન’ રૂપ છે જ એ જાણવું.
આમાં ‘મારે મોક્ષ તો જોઈએ જ' આવું જે પ્રણિધાન છે એ અંતિમફળનું પ્રણિધાન છે, એ અંતિમ ઉદ્દેશ્યનું પ્રણિધાન છે. અહિંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org