________________
લેખાંક
, ૫૧
ધર્મક્રિયામાં પ્રણિધાનાદિ આશયો ભળે તો જ એ ધર્મક્રિયા યોગરૂપ બને છે, જીવને મોક્ષમાર્ગ પર આગેકદમ કરાવે છે એ વાત ગયા
લેખમાં જોઈ. એટલે હવે આ પાંચે આશયોને વિસ્તારથી સમજવા છે. એમાં સૌ પ્રથમ છે પ્રણિધાન આશય.
પ્રણિધાન આશય : પ્રણિધાન શબ્દના બે અર્થો પ્રચલિત છે : (૧) દઢ સંકલ્પ (૨) ચિત્તની એકાગ્રતા. અહીં પ્રથમ અર્થ લેવાનો છે. બીજો અર્થ પ્રવૃત્તિ આશયમાં આવશે. એટલે મોક્ષપ્રાપ્તિનો, એના બાહ્ય આત્યંતર ઉપાયભૂત અહિંસા, ક્ષમા વગેરે સાધવાનો દઢ સંકલ્પ તથા એમાં બાહ્ય આવ્યેતર પ્રતિબંધકીભૂત (=અટકાયત કરનાર) પ્રમાદ, ક્રોધ વગેરે અપાયોને પરિહરવાનો દઢ સંકલ્પ સાક્ષાત્ ઉપયોગરૂપે કે સંસ્કારરૂપે ચિત્તમાં રમ્યા કરે... વિચલિત ન થઈ જાય. આવી ચિત્તની અવસ્થા એ પ્રણિધાન આશય છે. એમ ટૂંકમાં જાણવું. આમાં અધઃ કૃપાનુગત્વ વગેરે બીજી ચિત્તવૃત્તિઓ પણ જે સમાવિષ્ટ હોય છે એની વાત આગળ કરીશું.
કોઈ પણ ક્રિયાના બે વિષયો હોય છે. એક ઉદેશ્યતા વિષય અને બીજો વિધેયતયા વિષય. જેમ કે કુંભાર ઘડો બનાવે છે. આમાં ઘડાને ઉદેશીને માટીને ઠપકારવી, ઘાટ આપવો વગેરે ક્રિયા કરે છે. એટલે ઘડો એ ઉદેશ્યતયા એની ક્રિયાનો વિષય કહેવાય. માટી એ વિધેયતા વિષય કહેવાય. કુંભાર માટી ખૂંદે, પિંડો બનાવે, ચાકડા પર ગોઠવે, ચાકડો ઘુમાવે...વગેરે ઘણું બધું કરે. પણ “મારે ઘડો બનાવવો છે' એવો સંકલ્પ જ કર્યો ન હોય તો ઘડો શી રીતે બને? એટલે ક્રિયાની સફળતા માટે ઉદેશ્યના સંકલ્પરૂપ પ્રણિધાન આવશ્યક છે એ જણાય છે. હવે “ઘડો બનાવવો છે” એવો નિર્ણય તો કર્યો છે પણ એટલા માત્રથી કામ સરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org