________________
૪૬૫
બત્રીશી-૧૦, લેખાંક-૧૦ સ્વરૂપનું અહીં જે વર્ણન કરવામાં આવશે તેમાં એ આશયો કંઈક અંશે ક્રિયારૂપ જણાતા હોવા છતાં એવી ક્રિયાથી અભિવ્યક્ત થતી ચિત્તની વૃત્તિઓ-પરિણતિઓ એ જ આશય છે એમ જાણવું. એટલે કે આ પાંચે આશયો ક્રિયારૂપ નથી, પણ ચિત્તની અવસ્થા સ્વરૂપ “ભાવ” રૂપ છે.
પાતંજલયોગસૂત્રમાં ‘ચિત્તવૃત્તિનિરોધો યોગઃ' એ સૂત્ર દ્વારા ‘ચિત્તવૃત્તિઓની અટકાયત એ યોગ” આવું જે લક્ષણ આપ્યું છે, એનો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “ક્લિચિત્તવૃત્તિનિરોધો યોગઃ” એવો પરિષ્કાર કરીને ચિત્તની ક્લિષ્ટવૃત્તિઓની અટકાયત એ યોગ છે? એવું લક્ષણ આપ્યું છે. વિષય-કષાયનું પ્રણિધાન વગેરે ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ છે. એને ખસેડીને જીવ, શુદ્ધ આત્મસ્વરૂપનું (મોક્ષનું) પ્રણિધાન વગેરે કેળવે એટલે યોગ આવે જ. એટલે, પ્રણિધાન વગેરે ચિત્તની અક્લિષ્ટ અવસ્થાઓ છે એ જાણવું.
પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયો એ ભાવ છે. “પાંચ પ્રકારના આશયોનો સમુદાય જ ભાવ છે એવું નથી. તેથી “એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણોમાં જેમ એક-એકને કરેલો નમસ્કાર પણ સર્વપાપપ્રણાશક છે એમ પ્રસ્તુતમાં જાણવું. અર્થાત્ હજુ બીજા પ્રવૃત્તિ વગેરે આશયો પ્રગટ્યા ન હોય, માત્ર પ્રથમ પ્રણિધાન આશય પ્રગટ્યો હોય તો પણ, એ પ્રણિધાનપૂર્વકની ધર્મક્રિયા યોગરૂપ છે જ. વળી પછી પછીનો આશય તેની પૂર્વ-પૂર્વના આશય વિના આવતો નથી, એટલી અહીં વિશેષતા છે. તેથી જેને વિનિયોગ આશય કેળવાયો હોય એને પૂર્વના ચાર આશયો તો હોય જ એ જાણવું.
આ પ્રણિધાનાદિ આશય વિનાની આલય વિહારાદિ ધર્મક્રિયા એ દ્રવ્યક્રિયા છે. આ ક્રિયા મોક્ષ તરફ એક કદમ પણ લઈ જનારી ન હોવાથી તલના ફોતરાં જેવી તુચ્છ છે, સાર વિનાની છે. અર્થાત્ પ્રણિધાનાદિ આશયો હોય તો તે યોગ અને ન હોય તો તે તુચ્છ દ્રવ્યક્રિયા. આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org