________________
૪૬ ૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્રિયાજન્ય સંસ્કારથી ઉત્પન્ન થયું હોય એવું વલ્કલચીરી વગેરે અનેક દાંતોમાં જોવા મળે છે.
આગળ વિનિયોગ આશય જે કહેવાનો છે તેમાં પણ વિનિયોગ બાહ્યદષ્ટિએ આચારનો જ હોય છે. અર્થાત્ વિનિયોગ આશય પામેલ સાધક સામા જીવમાં આચારનો વિનિયોગ કરે છે. (પણ વિનિયોગ આશયના પ્રભાવે એ આચાર ભાવ પેદા થાય તેવો અવબ્ધ હોય છે) અને એ આચાર સામા જીવમાં ક્રમશઃ ભાવને પેદા કરે છે.
કોઈ પણ સંજોગોમાં શરાબ પીવાય જ નહિ' આવી પરિણતિ એ શરાબત્યાગ અંગેનો નિશ્ચય છે. શરાબ પીવો નહિ એ વ્યવહાર છે. શરાબ ત્યાજ્ય છે' એમ કહ્યા કરે અને પાછો શરાબ પીધા કરે એ પોતાના આરોગ્યની પાયમાલી સર્જવાનો જ છે. આ રીતે ક્રિયા તો બાહ્ય ભાવ છે, તુચ્છ છે” એ પ્રમાણે કહી કોરા નિશ્ચયની વાતો કરનારો પાપક્રિયાના પ્રભાવે દુર્ગતિમાં સબડવાનો છે. સામે પક્ષે શરાબને ત્યાજ્ય માનવાની પરિણતિ કદાચ ન હોવા છતાં શરાબ ન પીનારો આરોગ્ય જાળવી રાખવાનો છે. એમ કદાચ નિશ્ચય ન કેળવાયો હોય, છતાં જે ધર્મક્રિયા પકડી રાખે છે એને દેવલોક તો અવશ્ય મળવાનો છે, એ દુર્ગતિમાં નહીં જાય.
ધર્મક્રિયાને પકડી રાખવી અને એના દ્વારા ભાવ-પરિણતિઓને ઘડતાં રહેવું એ આત્મહિતેચ્છુઓનું કર્તવ્ય છે, અને ક્યારેક શક્તિ, સંયોગ વગેરેના કારણે બાહ્યક્રિયા પકડી ન શકાય ત્યારે પણ ભાવના દ્વારા ક્રિયા પ્રત્યે ખેંચાણ ઊભું કરવું, તેને જાળવી રાખવું, તેને વધારવું... એ પણ ભાવ પરિણતિરૂપ છે. અને એ ધર્મક્રિયાને કાલાન્તરે ખેંચી લાવે છે, તેમજ વિપુલ કર્મક્ષય પણ કરાવે છે. માટે એવા અવસરે એ કર્તવ્ય બની રહે છે.
ધર્મક્રિયાને યોગરૂપ બનાવનાર પ્રણિધાનાદિ પાંચ આશયોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org