________________
૪૬ ૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અભિપ્રાય છે. પણ કોઈ જીવ મરી ન જાય એવો શુભ ઉપયોગ હોય તો પૂજવા-પ્રમાર્જવાની ક્રિયા એ યોગ અને જો એ શુભ ઉપયોગ ન હોય તો એ તુચ્છ દ્રવ્યક્રિયા.... આવો અભિપ્રાય નથી. એટલે કે આ શુભ ઉપયોગ વગેરે હોવા છતાં, જો પ્રણિધાનાદિ કેળવાયા ન હોય તો પૂજવા વગેરે ક્રિયા યોગરૂપ બનતી નથી, ને તુચ્છ દ્રવ્યક્રિયારૂપ જ બની રહે છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં ભાવ સ્તવને = સંપૂર્ણ આજ્ઞા પાલનરૂપ સાધુપણાને પ્રશસ્ત અને દ્રવ્યસ્તવને = પ્રભુની જળપૂજા વગેરે રૂપ દ્રવ્યપૂજાને અપ્રશસ્ત કહ્યો છે. આમાં દ્રવ્યસ્તવને જે અપ્રશસ્ત કહ્યો છે તે ભાવસ્તવની અપેક્ષાએ જ, બીજી પાપક્રિયાઓની અપેક્ષાએ નહીં. એમ પ્રસ્તુતમાં પણ શુભપયોગવાળી પ્રમાર્જનાદિ ક્રિયાને તુચ્છ દ્રવ્યક્રિયા જે કહી છે તે એ મોક્ષસાધક નથી બનતી એ અપેક્ષાએ જ. બાકી એ પણ શુભોપયોગપૂર્વકની શુભક્રિયા સ્વરૂપ હોવાથી પુણ્યબંધ જરૂર કરાવે છે. અને ભવિતવ્યતા વગેરે જો પાકી ગયા હોય તો એ શુભક્રિયા આ પુણ્ય દ્વારા યોગની સામગ્રી પૂરી પાડવા રૂપે સફળ પણ બની શકે છે. વળી, આ શુભક્રિયા તથા શુભ ઉપયોગ પ્રણિધાનાદિના બાધક તો નથી જ. પણ ઉપરથી વહેલા મોડા જ્યારે પણ આ આશયો કેળવવાના હશે ત્યારે આ શુભક્રિયા અને શુભ ઉપયોગ જ એમાં સહાયક બનવાની સંભાવના ઘણી વધારે છે, એટલે, કદાચ પ્રણિધાનાદિ આશય ન કેળવાયા હોય તો પણ શભક્રિયા કે શુભ ઉપયોગ છોડવાની તો વાત જ નથી. ઉપરથી એનો અભ્યાસ તો વધારતાં જ રહેવાનું છે. માત્ર ઉપર કહ્યા મુજબ એ મોક્ષનાં નથી શીધ્ર કારણ બનતાં કે નથી નિશ્ચિત કારણ બનતાં, અને તેથી શીધ્ર આત્મહિતના ઇચ્છુકે પ્રણિધાનાદિ આશયો કેળવવા અત્યંત આવશ્યક છે એ ઉપદેશ અહીં જાણવો.
પ્રણિધાનાદિ પાંચે આશયોનું વિસ્તારથી - સરળ રીતે સ્વરૂપ આગામી લેખોથી વિચારીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org