________________
૪૬૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ જતું નથી. કારણ કે માટીને ઘડા સુધી પહોંચાડવા માટે વચ્ચે પણ ઘણી અવાંતર પ્રક્રિયાઓ હોય છે. એટલે આ દરેક પ્રક્રિયા અંગેનું પણ, પહેલાં આ કરવાનું, પછી આટલું આટલું કરવાનું વગેરે પ્રણિધાન આવશ્યક છે. વળી માટીથી ઘડી સુધીની યાત્રામાં કેટલાક પ્રતિબંધક પરિબળો પણ હોય છે. એટલે તે પ્રતિબંધકોના પરિવારનો સંકલ્પ (= તે પ્રતિબંધકોને દૂર રાખવાનો સંકલ્પ) પણ આવશ્યક હોય છે. બસ, આ જ રીતે અપુનર્બન્ધક અવસ્થાથી મોક્ષ સુધીની યાત્રામાં અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધક છે અને પ્રમાદ વગેરે પ્રતિબંધકો બાધક છે. એટલે પ્રણિધાન આશયમાં ઉદેશ્યરૂપે મોક્ષ પ્રાપ્તિનો સંકલ્પ, એના ઉપાયભૂત અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધવાનો સંકલ્પ અને એમાં પ્રતિબન્ધકીભૂત પ્રમાદાદિના પરિહારનો સંકલ્પ.. આ ત્રણે બાબતો સમાવિષ્ટ છે એ
જાણવું.
વળી ઘડામાં અને શુદ્ધ આત્મસ્વરૂપમાં મોક્ષમાં) પ્રાપ્તવ્ય રૂપે એક મહત્ત્વનો તફાવત પણ છે. ઘડો તો શરૂઆતથી પ્રત્યક્ષ છે, તથા પૂર્વે અનેકશઃ પોતે બનાવ્યો હોય એ પણ સંભવિત છે. જ્યારે પ્રાથમિક કક્ષામાં આત્મસ્વરૂપની ઝાંખી ન જ થઈ હોય એ પણ શક્ય છે. ને તેથી એનું એવું પ્રણિધાન ઊભું ન થયું હોય એ પણ નકારી ન શકાય, છતાં જો પ્રાપ્તવ્ય રૂપે ભોગની તીવ્ર ઇચ્છા વગેરે ઉપાધિથી રહિત એવું અહિંસા, ક્ષમા વગેરેનું નિરુપાધિક પ્રણિધાન હોય, (અર્થાત્ અહિંસા કેળવીશ તો સ્વર્ગાદિ મળશે એવું વ્યક્તપણે કે સંસ્કારરૂપે પણ ન બેઠું હોય. માત્ર અહિંસા ગમી ગઈ છે... હિતકર લાગી છે, ને તેથી સાધવી છે. આવું પ્રણિધાન હોય તો એ પણ પ્રણિધાન આશયરૂપ બને જ છે એ જાણવું.
એ જ રીતે પ્રમાદ, ક્રોધ વગેરે પરિહાર્ય ભાસી ગયા હોય ને તેથી એના પરિહારનું નિરુપાધિક પ્રણિધાન ઊભું થયું હોય તો એ પણ પ્રણિધાન આશયરૂપ બને છે એ જાણવું. આ પ્રણિધાનાત્મક સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org