________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૦
૪૬૩
અધિકારી નથી. છતાં તેઓને જો આ વાતો કરવામાં આવે તો, તેમનું હિત થવાને બદલે અહિત થવાની નોબત આવી શકે છે.
એટલે, ધર્મમય જીવન જીવનારા ભાવુકો યોગગ્રન્થોના અધિકારી છે. તેઓને જ્ઞાનીઓ હિતબુદ્ધિથી કહી રહ્યા છે. ‘સાધુપણાની કે શ્રાવકપણાની નાનામાં નાની પણ પરિશુદ્ધ ધર્મક્રિયા એ ‘યોગ' છે. કારણ કે એ જીવને મોક્ષ સાથે જોડી આપે છે. અર્થાત્ એ ધર્મક્રિયા જીવને મોક્ષ તરફ લઈ જનારી હોવાથી યોગ છે. જે ધર્મક્રિયા મોક્ષ તરફ એક કદમ પણ આગળ વધારનારી ન હોય, તે માત્ર દ્રવ્યક્રિયા છે, તુચ્છ છે. જે ધર્મક્રિયા પ્રણિધાનાદિ આશયોથી સંકળાયેલી છે તે પરિશુદ્ધ છે, અને તેથી એ યોગ છે.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજ અહીં એક મહત્ત્વની બાબત પર પ્રકાશ ફેંકી રહ્યા છે. તેઓ, ધર્મક્રિયામાં રહેલા પ્રણિધાનાદિ આશયાત્મક ભાવ એ ‘યોગ' છે એમ નથી કહેતા, પણ પ્રણિધાનાદિ ભાવવાળી ધર્મક્રિયા એ ‘યોગ' છે એમ કહી રહ્યા છે. અને એ દ્વારા ક્રિયાનું પણ મહત્ત્વ આંકી રહ્યા છે. એની પાછળ અનેક કારણો છે.
વિવક્ષિત વ્યક્તિનો ‘એ યોગવાન્ છે કે નહિ' એનો વ્યવહાર આલય વિહારાદિસંબંધી ધર્મક્રિયાને જોઈને થઈ શકે છે. અર્થાત્ આલયમાં ઉપાશ્રયમાં રહ્યા હોય ત્યારે પાળવાના આચારો, વિહાર = વિહાર દરમ્યાન પાળવાના આચારો.. આ બધાના પાલનરૂપ ધર્મક્રિયા કેવી કરાઈ રહી છે, શાસ્ત્રાનુસારી કે એનાથી વિપરીત ? એ જોઈને થઈ શકે છે. આંતરિક ભાવો અતીન્દ્રિય હોવાથી એને જોઈને નહીં. અર્થાત્ વ્યવહાર ક્રિયાને = આચારને આધીન છે.
-
=
વળી નિશ્ચય (ભાવ પરિણામ) પણ બહુધા આચારથી જ ઉત્પન્ન થાય છે, ટકે છે અને વધે છે. કર્મ વગેરે કારણવશાત્ યોગથી ભ્રષ્ટ થનારને ભવાંતરમાં પુનઃ યોગમાર્ગે ચડાવનાર જાતિસ્મરણ જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org