________________
૪૬ ૨.
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ હોય.” “તો તમારે ધર્મ કરવો જોઈએ, વગેરે ઉપદેશ અપાય છે, જેમાં પ્રણિધાન આશય વગેરેની કોઈ વાતો પણ કરાતી નથી. ઉપદેશ તરંગિણીમાં તો ત્યાં સુધી કહ્યું છે કે “રાજન્ ! ધર્મ તો સાંભળ્યો હોય, જોયો હોય, અનુમોદ્યો હોય તો પણ સાત પેઢીને પવિત્ર કરી દે છે.” પ્રણિધાન વગેરે ન હોવા છતાં પણ ધર્મને અહીં આટલો બધો પ્રભાવવંતો કહેવો અને યોગગ્રંથોમાં એને સાવ તુચ્છ કહેવો. આવો તફાવત પડવાનું એક માત્ર કારણ શ્રોતાઓની જુદી જુદી ભૂમિકા છે. કશું કમાતો ન હોય એને હજાર રૂપિયાની કમાણી પણ મોટી સિદ્ધિરૂપે કહેવાય, અને લાખો રૂપિયા કમાવાની ભૂમિકાવાળાને હજાર રૂપિયાની કમાણી સાવ તુચ્છ કહેવાય. તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ?
જેઓ પાપપ્રવૃત્તિથી હટી ધર્મમાં જોડાયા છે, સ્થિર થયેલા છે, તેઓને મોક્ષમાર્ગ પર આગળ વધારવા માટે પ્રસ્તુત નિરૂપણ છે એ સ્પષ્ટ છે. એટલે જ અન્ય ગ્રન્થોને ભણવાના અધિકારી તરીકે સામાન્યથી બાળજીવો = અજ્ઞાન જિજ્ઞાસુ જીવો કહેવાતા હોવા છતાં યોગના ગ્રન્થોના અધિકારી તરીકે (૧) યોગીઓના કુળમાં જન્મેલા હોય.... વગેરે ગુણોવાળા કુલયોગી જીવો તેમજ (૨) ઈચ્છા તથા પ્રવૃત્તિ કક્ષાની અહિંસા, સત્ય વગેરે જેમના જીવનમાં હોય એવા પ્રવૃત્તચક્રોગી જીવો જ કહેવાયેલા છે. આવા જીવોને જ, દુર્ગતિવારણાત્મક ફળનો સાધક હોવા છતાં પ્રણિધાનાદિ ન હોવાના કારણે મોક્ષાત્મક શ્રેષ્ઠ ફળનો અસાધક હોવાથી પ્રણિધાનાદિશૂન્ય ધર્મ દ્રવ્યક્રિયારૂપ છે, તુચ્છ છે. એવું કહેવું એ પ્રણિધાનાદિને કેળવવા માટે પ્રેરક બનતું હોવાથી હિતાવહ છે. જેઓ હજુ ધર્મમાં જોડાયા નથી, અથવા જોડાયા હોય તો પણ ડગુમગુ સ્થિતિમાં છે તેઓને તો ‘તમારી ધર્મક્રિયા તુચ્છ છે એવી વાત પ્રણિધાન કેળવવા માટે પ્રેરણારૂપ તો નથી બનતી પણ ઉપરથી ધર્મ છોડી દેવાની દુર્બુદ્ધિ જગાડનારી બને એવી શક્યતા છે. માટે જ તેવા જીવો આ ગ્રંથોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org