________________
૪૬૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ (૫) વિનિયોગ આશય : પોતાને સિદ્ધ થયેલા અહિંસાદિધર્મનું બીજી યોગ્ય વ્યક્તિને દાન કરવું એ વિનિયોગ છે. આ વિનિયોગ એ સિદ્ધિઆશય પછીનું એનું કાર્ય છે. આ વિનિયોગ ભવાંતરમાં પણ પોતાને સિદ્ધ થયેલ આ ધર્મની ઉત્તરોત્તર અવિચ્છેદપણે પ્રાપ્તિ કરાવે છે. આમ ઉત્તરોત્તર ધર્મ પ્રાપ્ત થવાના કારણે જીવ પરાકાષ્ઠાના ધર્મ સુધી પહોંચી શકે છે. માટે વિનિયોગ અવંધ્યફળવાળો હોય છે.
આમ પાંચે આશયનું ટૂંકમાં સ્વરૂપ વિચાર્યું. હવે એની સ્પષ્ટતા થાય એ માટે આ પાંચે આશયને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ.
સુગૃહીતનામય સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત યોગવિંશિકા વગેરે યોગવિષયક પ્રકરણગ્રંથોમાં યોગ અંગે સુંદર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. જીવને મોક્ષ સાથે જે જોડી આપે તેવી સાધુ-શ્રાવક સંબંધી કોઈ પણ ધર્મક્રિયા એ યોગ છે. જે ધર્મક્રિયામાં પ્રણિધાનાદિ આશયો ભળેલા હોય તે જીવને મોક્ષ સાથે જોડી આપે છે.
આમ દરેક ધર્મક્રિયા એ યોગ નથી પણ મોક્ષ સાથે જોડી આપનારી ધર્મક્રિયા એ યોગ છે. આ પરથી જણાય છે કે ધર્મક્રિયા યોગરૂપ બને પણ ખરી અને ક્યારેક ન પણ બને. છતાં એ નક્કી છે કે જો બનશે તો માત્ર ધર્મક્રિયા જ યોગરૂપ બનશે, હિંસાદિ પાપક્રિયાઓ નહીં. એટલે એ પણ જણાય છે કે જેઓ હજુ ધર્મક્રિયામાં જ જોડાયા નથી, અથવા જેઓ ધર્મક્રિયામાં જોડાયા હોવા છતાં એમાં હજુ ખાસ સ્થિર થયા નથી, (મનમાં આવ્યું તો કરે, ન આવ્યું તો ન કરે, આવી હાલકડોલક સ્થિતિવાળા છે.) એવા જીવોને યોગની વાતો કરવાનો કશો અર્થ નથી. જે ધર્મક્રિયા કરતો જ નથી એવા જીવને, “તારી ધર્મક્રિયા યોગરૂપ તો જ બનશે, જો એ પ્રણિધાનાદિ આશયોથી યુક્ત હશે' આવું કહેવાનો શો મતલબ ? એને તો પ્રથમ પગથિયા રૂપે એ પાપક્રિયાઓ છોડી ધર્મક્રિયાઓમાં જોડાય એ માટે ધર્મનો મહિમા ગાતી વાતો જ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org