________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૦
૪૫૯
વિપરીતશ્રદ્ધારૂપ) મિથ્યાત્વ એ દિમાોહનામે ઉત્કૃષ્ટવિઘ્ન છે. આ ત્રણ વિઘ્નો ક્રમશઃ કંટકવિઘ્ન, જ્વરવિઘ્ન અને દિલ્મોહ વિઘ્ન પણ કહેવાય છે. જેમ મુસાફ૨ને રસ્તામાં કાંટા હોય તો ગતિ સ્ખલિત થાય છે, ને ક્યાં તો એ કાંટા ખસેડી નાખે કે કાંટા અસર ન કરે એ રીતે પોતે જોડાં પહેરી લે તો પાછી અસ્ખલિતગતિ થાય છે. આ વિઘ્નજય છે. એ જ રીતે મુસાફર બિમાર પડી જાય તો ગતિ સ્ખલિત થાય છે. નિરોગી બનીને પાછી અસ્ખલિત ગતિ કરે એટલે વિઘ્નજય. તથા પૂર્વદિશામાં જવાને ઇચ્છતા મુસાફરને દિગ્મોહ થયેલો છે. પશ્ચિમદિશામાં પૂર્વદિશાનો ભ્રમ થઈ ગયો છે. વળી બીજાઓ એને સમજાવે છે કે આ તો પશ્ચિમદિશા છે. એટલે એ ગતિ કરવા છતાં એમાં ઝડપ લાવી શકતો નથી. માટે આ દિગ્મોહવિઘ્ન છે. પછી સૂર્યોદય દેખાડવો... વગેરે દ્વારા એની ભ્રમણા દૂર કરવામાં આવે તો પાછી અસ્ખલિતગતિ થાય છે. માટે એ વિઘ્નજય છે.
આ જ રીતે મોક્ષમાર્ગના મુસાફર એવા સાધકને પણ ઉપાધિ (= શીત-ઉષ્ણ વગેરે બાહ્યપ્રતિકૂળતાઓ), વ્યાધિ અને આધિ (= માનસિકભ્રમણાઓ.. – કલ્યાણકરચીજને અકલ્યાણકર માનવા વગેરેની ભ્રમણાઓ) એ ક્રમશઃ ત્રણ વિઘ્નો છે. આ ત્રણ પર વિજય મેળવવામાં આવે તો જ અસ્ખલિતગતિ થાય છે. માટે વિઘ્નજયઆશય જરૂરી છે.
(૪) સિદ્ધિઆશય : સાક્ષાત્ અનુભવાત્મક તાત્ત્વિક ધર્મપ્રાપ્તિ એ સિદ્ધિ છે. અભ્યાસથી શુદ્ધ થયેલ ધર્મપ્રાપ્તિ એ તાત્ત્વિકધર્મપ્રાપ્તિ છે, બાકીની આભાસિક હોય છે, એટલે કે માત્ર દેખાવની હોય છે. આમાં પોતે સ્વયં પોતાના આત્મામાં અહિંસાદિને પોતાના સ્વભાવરૂપે સંવેદે છે. એટલે કે ‘હિંસા કરાય નહીં એમ નહીં’, પણ ‘હિંસા મારા સ્વભાવમાં જ નહીં’ આવી સ્વયં અનુભૂતિ હોય છે. આવી અનુભૂતિ-સંવેદના એ જ્ઞાન-દર્શન-ચારિત્રકમૂર્તિકા હોય છે. વળી આવી સિદ્ધિ હીનજીવો પ્રત્યે દયાવાળી, મધ્યમજીવો પ્રત્યે ઉપકારવાળી અને અધિકજીવો પ્રત્યે વિનયવાળી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org