________________
ગયા લેખમાં આપણે એ જોયું કે પ્રણિધાન વગેરે આશયો ધર્મક્રિયાને શુદ્ધ કરનાર છે. એટલે હવે આ પ્રણિધાન વગેરે આશયોને સમજવા છે. એ માટે પ્રથમ ગ્રન્થમાં આપેલ
૫૦
એના ટૂંકા સ્વરૂપને જોઈને પછી એના પરથી અર્થવિસ્તાર કરીશું.
લેખાંક
પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારે વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ.. આ કર્મમાં રહેલા ધર્મક્રિયામાં રાખવા યોગ્ય શુભઆશયો છે. આ પ્રણિધાન વગેરે પોતાની પુષ્ટિ અને શુદ્ધિનો અનુબંધ ચલાવનારા શુભપરિણામરૂપ હોવાથી શુભઆશયરૂપ છે. આમાં પુષ્ટિ એટલે પ્રવર્ધમાન પુણ્યદ્વારા થનારો ઉપચય. અને શુદ્ધિ એટલે જ્ઞાનાદિગુણોનો નાશ કરનારા ઘાતીકર્મનો હ્રાસ થવાથી થયેલી આત્માની નિર્મળતા. આમાં પુષ્ટિ અને શુદ્ધિથી શુભાશય ઊભો થાય છે અને એ શુભાશયથી પુષ્ટિ અને શુદ્ધિ શુભઅનુબન્ધવાળી થાય છે. આ શુભઅનુબન્ધના પ્રભાવે પુષ્ટિ અને શુદ્ધિ જીવને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. અભવ્યાદિજીવોને પ્રણિધાનાદિ આશયો ન હોવાથી ધર્મક્રિયા હોવા છતાં મોક્ષ તરફ પ્રગતિ થઈ શકતી નથી. હવે પાંચ આશયોને વિચારીએ -
=
(૧) પ્રણિધાનઆશય - ‘મારે અહિંસાને આત્મસાત્ કરવી છે’ ‘મારે ક્ષમાને આત્મસાત્ કરવી છે'... અહિંસા-ક્ષમા વગે૨ે તે તે ધર્મસ્થાનને સિદ્ધ કરવાના આવા સંકલ્પવાળું ચિત્ત એ પ્રણિધાન આશય છે. આ પ્રણિધાન આશયને પરિપૂર્ણ થવા માટે ચિત્તની કેટલીક પરિણતિઓ જરૂરી હોય છે. જેમકે (૧) આ સંકલ્પ અવિચલિત સ્વભાવવાળો હોવો જોઈએ.. એટલે કે પ્રતિકૂળતા - કઠિનાઈ વગેરે અનુભવાય તો પણ એ સંકલ્પ પડતો મૂકાઈ જાય એવો ન જોઈએ. (૨) અધોવૃત્તિકૃપાનુગ - પોતે તે તે ધર્મસ્થાનને સાધવામાં જેટલા આગળ વધ્યા હોય એની અપેક્ષાએ જેઓ હજુ પાછળ રહી ગયા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org