________________
૪૫ ૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ મહાનુ એવા ધર્મમાં એ લઘુતા માનતો ન હોવાથી ધર્મની હાનિ થતી નથી. તેથી, ભવાભિનંદી જીવ લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે એના કરતાં આવા જીવની ધર્મક્રિયા કંઈક સારી હોય છે. અથવા, ભલે આત્મહિતનો ખ્યાલ નથી, છતાં આવા જીવો દાક્ષિણ્યથી લોકની સાથે રહેવા ધર્મક્રિયા જ કરે છે, તે બીજા જીવો લોકનું જોઈને પણ જે નથી કરતાં, એના કરતાં કંઈક અંશે સારું છે.
તેમ છતાં આ તાત્વિક ધર્મ તો નથી જ, કારણકે ધર્મના મહત્ત્વનો કશો ખ્યાલ નથી, આત્મકલ્યાણનો કોઈ આશય નથી, માત્ર ગતાનુગતિકતાથી ધર્મ થઈ રહ્યો છે. એટલે આવી ક્રિયા પણ તત્ત્વથી તો શુભ નથી જ. તત્ત્વથી શુભ તો એ જ ધર્મક્રિયા બની રહે છે જે પ્રણિધાનાદિ આશયોથી સંકળાયેલી હોય. કારણ કે આ આશયો જ ધર્મક્રિયાને શુદ્ધ કરનાર છે. આગામી લેખથી આ પ્રણિધાનાદિ આશયોનો વિસ્તારપૂર્વક વિચાર કરીશું.
અમદાવાદ-પાલડી-પંકજ સોસાયટીમાં શ્રી ભુવનભાનુસૂરિ સ્મૃતિ | મંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે વિવિધ ૨૨ સમુદાયોના ૨૦૦થી વધુ આચાર્યાદિશ્રમણોની અને ૧૧૦૦થી વધુ શ્રમણીઓની ઉપસ્થિતિ શું એ ન સૂચવે ? કે ગુરુદેવ!
આપશ્રી શાસનના હતા....માત્ર શિષ્યોના નહીં.
આપશ્રીએ પોતાના-પરાયાનો ભેદ રાખ્યો નહોતો. કોઈપણ સમુદાયના સંયમીઓના સ્વાધ્યાય, સંયમ, સમાધિ અને
અંતિમનિર્ધામણા માટે આપશ્રીએ દિન-રાત જોયાં નહોતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org