________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૯
૪૫૫ લોકપંક્તિ માટે જે ધર્મ થાય છે તે શુભ માટે બનતો નથી, પણ અશુભ માટે જ થાય છે. આમાં ધનનું દૃષ્ટાન્ન છે.
ધનનો અર્થી રાજાની સેવા વગેરેમાં પ્રવૃત્ત થાય છે ત્યારે કેટલીય જાતના કષ્ટો ઊઠાવે જ છે. ધન માટે ભૂખ વેઠે. નિંદ હરામ કરી નાખે. આખી દુનિયામાં જ્યાં ત્યાં ભટકે.. અપમાન સહી લે.. આવા તો કૈક કષ્ટો ઊઠાવે છે. એટલે કે ધન માટે ક્લેશ પણ ઈષ્ટ છે. પણ ક્લેશ માટે ધન ઈષ્ટ નથી. એટલે કે ધનથી મને કષ્ટો આવી પડો.. આવું કોઈ ઇચ્છતું નથી. એમ ધર્મ માટે લોકપંક્તિ પણ ઇષ્ટ છે. પણ લોકપંક્તિ માટે ધર્મ ઈષ્ટ નથી. યોગબિન્દુગ્રન્થમાં કહ્યું છે કે - “પ્રજ્ઞાશીલ પુરુષની ધર્મ માટે થતી લોકપંક્તિ કલ્યાણનું કારણ બને છે. પણ અલ્પબુદ્ધિ જીવ લોકપંક્તિ માટે જે ધર્મ કરે છે તે પાપ માટે થાય છે.”
તથા ષોડશકગ્રન્થમાં કહ્યું છે કે – શુદ્ધ એવું જનપ્રિયત્ન = લોકપ્રિયત્વ સદ્ધર્મની સિદ્ધિસ્વરૂપ ફળને આપનારું છે. કારણકે લોકપ્રિય જીવના સદ્ધર્મના લોકો પ્રશંસા કરે છે જેથી એ પ્રશંસક જીવોમાં બોધિબીજની વાવણી થાય છે.
અનાભોગવાળા જીવો સંમૂર્શિમ જેવા હોય છે. એમને આત્મિક કલ્યાણ – અકલ્યાણનો કશો જ ખ્યાલ હોતો નથી. આવા જીવો જો વૈનયિક પ્રકૃતિવાળા હોય – એટલે કે વિનમ્ર સ્વભાવવાળા હોય, તો એની આ પ્રકૃતિ જ એને લોકથી અલગ પડવા દેતી નથી, લોકની સાથે જ રહેવાની પ્રેરણા કરે છે. તેથી લોક જે ધર્મ કરતું હોય, એ ધર્મ, આવા જીવ પણ, લોકથી અલગ ન પડી જવાય એવા ઈરાદાથી કરતા રહે છે. આ લોકપંક્તિ જ છે. આવા જીવોની આ લોકપંક્તિ પણ ધર્મની હાનિ કરનારી ન હોવાથી કંઈક સારી જ છે. આશય એ છે કે આ જીવ ધર્મનું મહત્ત્વ જેવું છે એવું જાણતો નથી. વળી એને સંસારની = સાંસારિક ભોગવિલાસાદિની ઉત્કટ ઇચ્છા છે નહીં. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org