________________
૪૬૧
બત્રીશી-૧૦, લેખાંક-૧૦ હોય. જે આખા ગામમાં રખડ્યા કરે છે અને ધંધો વગેરે કશું કરતો નથી એને જો ધંધો આ રીતે કરાય તો નફો થાય અને આ રીતે કરાય તો નફો ન થાય” વગેરે કહેવાનો શો મતલબ ? એને તો ધંધો કરવાથી આ લાભ ને ધંધો કરવાથી તે લાભ... વગેરે કરી ધંધાનું આકર્ષણ પેદા કરવાનું હોય અને એના દ્વારા ધંધે લગાડવાનો હોય.. આ રીતે એક વાર એ ધંધામાં રસ લઈ તેમાં જોડાઈ જાય એટલે એની ભૂમિકા તૈયાર થઈ ગઈ. હવે એને કહેવું જોઈએ કે આ રીતે ધંધો કરવાથી નફો અને આ રીતે કરવાથી નફો નહીં. આવું જ પ્રસ્તુતમાં જાણવું. જેણે ધર્મના આચારોને અસ્થિમજજા જેવા બનાવી દીધા છે, એવા ધાર્મિક જીવોને જ એમનો ધર્મ યોગરૂપ બનાવવા આવું માર્ગદર્શન આપવું આવશ્યક છે. એટલે, આ ગ્રંથોના શ્રોતા ખૂબ ધર્મમય જીવન જીવનારા છે એ સ્પષ્ટ છે. માટે નવા જીવોને ધર્મમાં જોડવા માટે જેવો ઉપદેશ આપવો યોગ્ય હોય તેવો ઉપદેશ એમને આપવો આવશ્યક હોતો નથી, પણ એમના ધર્મને યોગમાં રૂપાંતરિત કરી શકે એવો ઉપદેશ આવશ્યક હોય છે, એ માટે આવશ્યકતાનુસાર કંઈક કડક શબ્દો કહેવામાં આવે તો પણ તેઓ ધર્મને છોડી દે એવા હોતા નથી. આવી બધી ભૂમિકાને નજરમાં રાખીને પ્રસ્તુત વાતો છે એ બધા સુજ્ઞોએ નિર્ણય કરી લેવો હિતાવહ છે. આ ભૂમિકા નજર સામે છે માટે જ જ્ઞાનીઓ “જો પ્રણિધાન આશય વગેરે રૂ૫ ભાવ નથી, તો બધી જ ધર્મક્રિયા માત્ર દ્રવ્યક્રિયા છે, સ્વફળસાધક ન હોવાથી તુચ્છ છે.” આવું બધું બેધડક કહી શક્યા છે. નહીંતર આવા આશય વિનાની ધર્મક્રિયા પણ, દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે (દુર્ગતિમાં પડવા ન દે) તે ધર્મ', આવી ધર્મની વ્યાખ્યામાં, ધર્મનું જે કાર્ય દુર્ગતિવારણ જણાવ્યું છે, તે તો કરી જ આપતી હોવાથી સ્વફળસાધક પણ છે જ, અને તેથી તુચ્છ પણ નથી જ. તેથી જ જીવોને નવા નવા ધર્મમાં જોડવા હોય, યા જોડાયા હોય તેઓને સ્થિર કરવા હોય તો, “જો તમારે દુર્ગતિમાં ન જવું હોય, “જો તમારે આલોક-પરલોકમાં સુખી થવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org