________________
૪૫૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
એવા જીવો પ્રત્યે ચિત્તમાં કરુણા સ્ફુર્યા કરવી જોઈએ, પણ દ્વેષતિરસ્કારાદિ ન થવા જોઈએ. (૩) પરોપકારસાર - પરોપકાર કરવાના રસવાળું ચિત્ત જોઈએ. જેની સ્વાર્થપ્રધાન વિચારધારા હોય એ પ્રણિધાનાદિ આશયોને કેળવી શકતો નથી. (૪) પાપવિવર્જિતચિત્ત - પ્રણિધાન માટે જે સંકલ્પ જોઈએ તે સાવદ્યવસ્તુનો ન જોઈએ પણ અહિંસા વગેરેરૂપ નિરવદ્યવિષયનો હોવો જોઈએ. આમ આ ચાર વિશેષણોવાળું ચિત્ત એ ક્રિયામાં રહેલ પ્રણિધાનઆશય છે.
(૨) પ્રવૃત્તિઆશય : અહિંસા વગેરે જે ધર્મસ્થાનને સાધવાનો સંકલ્પ છે તે ધર્મસ્થાનને સાધી આપનારા ઉપાયોને જ્યારે અજમાવવામાં આવે - એને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે એ પ્રવૃત્તિ માયકાંગલી
ઢીલીપોંચી ન થાય, પણ પોતાનાથી જેવી અતિશયિત = ચઢિયાતી = વધુને વધુ પાવરફુલ કરવી શક્ય હોય એવી યત્નાતિશયવાળી જ કરવાની પ્રેરણા કર્યા કરે એવી ચિત્તપરિણતિ એ પ્રવૃત્તિઆશય છે. ચિત્તની આવી પરિણતિ જો ઘડવામાં ન આવી હોય તો, જીવ તો અનાદિકાળથી પ્રમાદગ્રસ્ત છે. એટલે પ્રવૃત્તિ કરવા છતાં એમાં વેઠ જ વાળે. પછી અહિંસાદિ આત્મસાત્ શી રીતે થાય ? વળી આ ચિત્તપરિણતિ અન્ય અભિલાષથી રહિત જોઈએ. અહિંસાને સાધવાની પ્રવૃત્તિના કાળે અન્ય કશાની અભિલાષા જો ચિત્તમાં રમ્યા કરે, તો અહિંસાનો સાધક પ્રયત પ્રબળ થઈ શકે જ નહીં એ સ્પષ્ટ છે. વળી આ ચિત્તપરિણતિ સ્થિર જોઈએ, એટલે કે એકાગ્ર જોઈએ. આશય એ છે કે ચિત્તપરિણતિ એવી હોય કે સ્વવિષયની યત્નાતિશયવાળી પ્રવૃત્તિથી એ ઘડાતી જાય...ને વળી વધારે અધિક યત્નાતિશયવાળી પ્રવૃત્તિ કરાવ્યા કરે. આવી ચિત્તપરિણતિ એ પ્રવૃત્તિઆશય છે.
(૩) વિઘ્નજયઆશય ઃ અહિંસા વગેરેને આત્મસાત્ કરવાની સાધનામાં જે નડતરરૂપ બની સ્ખલના પેદા કરે એ વિઘ્ન છે. આ વિઘ્ન ત્રણ પ્રકારે છે. શીત-ઉષ્ણ પરીસહો એ જઘન્યવિઘ્ન છે. જ્વર વગેરે વ્યાધિઓ મધ્યમવિઘ્ન છે. ભગવાના વચનની અશ્રદ્ધારૂપ (કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org