________________
૪૫૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ તે રીતે પૌલિક અનુકૂળતાઓ મેળવવી.. આવી એકદષ્ટિ જેને પકડાઈ ગઈ હોય એને “એકદૃષ્ટિ' કહેવાય. એકદૃષ્ટિ જીવ ગુણ-દોષનો વિચાર કરી શકતો નથી, અનુકૂળતા તરફ જ દૃષ્ટિ હોય. પરિણામ તરફ – પાપ તરફ નહીં.
આવી પરિણામ પ્રત્યેની ઘોર ઉપેક્ષા - ગરજનો અભાવ રાગાન્ધપણું કે દ્વેષાન્યપણું આવે ત્યારે આવે છે. માટે આ દોષ અનંતાનુબંધી કષાયોના ઉદયથી જાણવો.
(૮) નિષ્ફળારંભસંગત - નિષ્ફળારંભસંગત એટલે વંધ્ય ક્રિયાવાળો. એટલે કે જે કાંઈ ક્રિયા કરે તે વંધ્ય = નિષ્ફળ જ રહે. ભવાભિનંદીજીવને સર્વત્ર અતત્ત્વનો અભિનિવેશ હોવાના કારણે એ વળ્યક્રિયાવાળો હોય છે. એની કોઈપણ ક્રિયાનું ક્યારેય પણ શુભફળ ઉત્પન્ન થતું નથી. પૂર્વે જણાવ્યા મુજબ પ્રવચન=શાસન મોક્ષ માટે છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય, ગુણપ્રાપ્તિ અને મોક્ષ (નિર્જરા) આ બધું જ વિશિષ્ટભફળ ગણાય છે. આવું ફળ અને ક્યારેય કોઈપણ ક્રિયાનું મળતું નથી. માટે એ વળ્યક્રિયાવાળો હોય છે.
દુઃખ આવે તો નિર્જરાફલક બનતું નથી. સુખ આવે તો એમાં ત્યાગ, સદુપયોગ કે અનાસક્તિરૂપ શુભફળ હોતું નથી. અનુકૂળ સંયોગસામગ્રી મળે તો પણ આત્મસાધનારૂપ ફળ મળતું નથી. તથા એના બધા વાણી-વિચાર-વર્તન અતત્ત્વના અભિનિવેશવાળા જ હોય છે. આવી બધી પરિસ્થિતિનું મૂળ છે અતત્ત્વદષ્ટિ. મુગલદષ્ટિ એ અતત્ત્વદષ્ટિ છે. સિદ્ધસ્વરૂપની માન્યતાવાળી શુદ્ધ આત્મદષ્ટિ કે ગુણદૃષ્ટિ એ તત્ત્વદષ્ટિ છે.
નિર્મળસમ્યગ્દર્શનવાળા જીવની કે તીવ્રક્ષયોપશમધરાવનાર દેશવિરતિધર - સર્વવિરતિધર જીવની સારી ક્રિયા તો નિર્જરાફલક ને ગુણપ્રાપક હોય જ છે. પણ એની નરસી ક્રિયા પણ પશ્ચાત્તાપ સહકૃત બનીને નિશ્ચયનયે નિર્જરાફલક બનતી હોય છે. અપુનર્બન્ધક તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org