________________
૪૪૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
ભરાઈ જાય એટલે પૂર્ણદૃષ્ટિ આવવાથી ભોજનની બાબતમાં (તત્કાળ) સંતોષ અનુભવાય. અથવા, ‘શું ખાવું હતું ? નહીં ખાઈએ તો પણ ચાલે’ આવી અપ્રધાનદૃષ્ટિ આવે તો પણ સંતોષ આવે છે. ભવાભિનંદીજીવને આવો સંતોષ ક્યારેય હોતો નથી. ભાવતી વસ્તુ હોય તો પેટ ભરાયા પછી પણ ‘હવે ખવાતું નથી’ એમ થાય, પણ ‘હવે ખાવું નથી’ એમ ન થાય. તેથી મળતું હોય તો પેટ ભરવા ઉપરાંત સાથે પણ લઈને જાય. બ્રાહ્મણોને લાડુના ભોજનના દૃષ્ટાન્તમાં ‘જો ચાલવાની ત્રેવડ રહે એટલી જગ્યા હોત તો હજુ એક લાડવો વધારે ન ખાત ?' આવી વિચારધારા હોય.
ભવાભિનંદીજીવને એ પુદ્ગલાનંદી હોવાથી પુદ્ગલમાં ક્યારેય અપ્રધાનદૃષ્ટિ આવતી નથી. વળી જહા લાહો તહા લોહો... ન્યાયે જેમ જેમ મળે તેમ લોભ જ વધતો જતો હોવાથી પૂર્ણદૃષ્ટિ પણ ક્યારેય આવતી નથી. માટે એને ક્યારેય સંતોષ પ્રગટતો નથી. આવો દોષ લોભમોહનીયકર્મના ઉદયથી આવે છે. લોભ, પ્રાપ્તિમાં રતિ (તથા અધિકનો લોભ) કરાવે છે અને અપ્રાપ્તિમાં અસંતોષ કરાવે છે. જ્યારે લોભમોહનીયનો ક્ષયોપશમ પ્રાપ્તિમાં સંતોષ કરાવે છે અને અપ્રાપ્તિમાં ઉપેક્ષા કરાવે છે, એ જાણવું.
(૪) મત્સરી : મત્સરી એટલે પરકલ્યાણદુ:સ્થિત.. એટલે કે બીજાનું કલ્યાણ = સુખ જોઈને દુઃખી થનારો તથા બીજાના સુખમાં વિઘ્ન કરનારો. ‘આ મારા કરતાં આગળ નીકળી ગયો... વધુ પામી ગયો...'
-
આ વિચારથી ભવાભિનંદી જીવ પોતાના કરતાં અધિકને ખમી શકતો નથી. એમ ‘આ મારો પ્રતિસ્પર્ધી છે' એવા વિચારથી પોતાને સમકક્ષ હોય એવાને પણ ખમી શકતો નથી. આવું પણ એટલા માટે કે એ સર્વત્ર પોતાના મહત્ત્વને આત્મોત્કર્ષને જ ઇચ્છતો હોય છે. આ દોષ માનમોહનીયકર્મના ઉદયે થાય છે. માનનો ઉદય બીજાના ઉત્કર્ષને જોઈ શકવા દેતો નથી.
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org