________________
૪૪૬
ગુણ ગાઈ ન શકે એવી દિલની સંકુચિતતા હોય.
મૂળમાં પૌદ્ગલિક સ્વાર્થને દિલમાં એટલું પ્રબળ મહત્ત્વ આપી દીધું હોય છે કે જેથી દયા, પરોપકાર, કૃતજ્ઞતા, લોકલાજ વગેરેને કોઈ અવકાશ જ રહેતો નથી. એમ, ક્ષુદ્ર એટલે બિચારો - દયાપાત્ર એવો અર્થ પણ કરી શકાય છે. શક્તિ હોવા છતાં સન્માર્ગે ખર્ચી શકતો નથી. બુદ્ધિ હોવા છતાં સન્માર્ગનો વિચાર કરી શકતો નથી. માટે એ ‘બિચારો’ છે.
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
ક્ષુદ્રતા છે, માટે દિલની તુચ્છતા છે. નાની-નાની મામુલી વાતમાં પણ રતિ-અતિ થાય. મામુલી-મામુલી નિમિત્તે ભય લાગે. અન્યના સામાન્યદોષ - ભૂલ કે પ્રતિકૂળતા જોવા પર તિરસ્કાર જુગુપ્સા જાગે... આવી બધી પરિસ્થિતિવાળો હોય છે. આવી પરિસ્થિતિ હાસ્યાદિ છ નોકષાયોના ઉદયથી થાય છે એ જાણવું.
(૨) લોભરતિ : ભવાભિનંદીનું બીજું લક્ષણ છે લોભરતિ = લોભપૂર્વકની રતિ. આના કારણે એ જીવ યાંચાશીલ = માગણિયો બને છે. એ પૌદ્ગલિક વિષયોને જ મુખ્ય કરનારો હોવાથી એ મેળવવામાં, સંઘરવામાં અને રક્ષણ કરવામાં તિને અનુભવનારો હોય છે. વળી, સર્વત્ર પૌદ્ગલિક અનુકૂળતાઓ જ તપાસતો હોય - શોધતો હોય... એટલે ગમે તે રીતે એને મેળવવા મથતો હોય છે. એ માટે શરમને નેવે મૂકીને માગી પણ લે.... ગમે તેની પાસે ગમે તેવી રીતે માગવામાં એને શરમ ન નડે. પોતાના માન-સ્થાન-ગૌરવ વગેરેનો કશો વિચાર ન હોય. એનાથી વિપરીત દીનતા કરવી પડે તો પણ કોઈ અફસોસ નહીં. ને ઇચ્છિત વસ્તુ મળી ગઈ એટલે જાણે છ ખંડનું સામ્રાજ્ય મળ્યું એવી ખુશી. જોઈએ એટલે જોઈએ... ન મળે એ ન ચાલે. ન મળે તો બળાપો કાઢ્યા જ કરે. અર્થાત્ લોભરતિ જીવ તિંતિણિક હોય. મેળવવા માટે અને મળે એમાં રિત હોય. ન મળે એમાં અતિ હોય. માટે આ દોષ રતિ-અતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org