________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૮
૪૪૫ સુખરૂપે અનુભવાય છે. નહીંતર એ પુદ્ગલ સુખ આપી શકતું નથી, પણ ઈર્ષા પેદા કરાવે છે. માટે ભવાભિનંદીના એક લક્ષણ તરીકે આગળ મત્સરી = ઈર્ષ્યાખોર કહેવાના છે.) જેમ જેમ પૌલિક સુખ અનુભવવામાં આવે તેમ તેમ તૃપ્તિના બદલે અતૃપ્તિ જ વધતી જાય છે, વધારે આકર્ષક અને વધારે પ્રમાણમાં પુદ્ગલો મેળવવાની ઇચ્છા એની વધતી જ જાય છે. અને એટલે પોતાનાં પુદ્ગલો ઘટી જાય છે તો કોઈપણ રીતે એને માન્ય હોતું નથી. આવી બધી વાસ્તવિકતાના કારણે ભવાભિનંદી જીવમાં ક્ષુદ્રતા વગેરે દોષો સાહજિક હોય છે.
ભવાભિનંદીજીવ સ્વોત્કર્ષવાળો હોય છે. સ્વને જ કેન્દ્રમાં રાખનારો હોય છે. માત્ર સ્વાર્થને જ જોનારો હોય છે. પરપ્રત્યે તિરસ્કારવાળો હોય છે, પરદ્રોહકારી હોય છે. પોતાની પાછળ પ્રાણ ન્યોછાવર કરી દે એવી વ્યક્તિનો પણ એ તો માત્ર પોતાનો સ્વાર્થ સાધી લેવા માટે જ ઉપયોગ કરનારો હોય છે, એ રૂપે જ એને જોનારો હોય છે, એટલે કે પોતાના પૌદ્ગલિક સુખાત્મક સ્વાર્થને સાધી આપનાર એક સાધન તરીકે જ જુએ છે. અને તેથી પોતાનો સ્વાર્થ ઘવાતો દેખાય કે વધુ સ્વાર્થ સધાવાની કલ્પના આવે તો એ માટે એક આવી પ્રેમાળ - અત્યંત ઉપકારી વ્યક્તિનો પણ ભયંકર દ્રોહ કરવા તૈયાર થઈ જાય એવો હોય છે. એમાં એને કશું અનુચિત લાગતું નથી, એમાં એને કશો રંજ હોતો નથી. સ્વાર્થ સાધી લેવા માટે એને કશું જ અકર્તવ્ય લાગતું હોતું નથી. આવો જીવ માત્ર સ્વાર્થપ્રધાન હોવાથી દિલનો સાચો પ્રેમ કોઈને આપી શકતો નથી. એમ પોતાની વસ્તુ પણ બીજાને આપી શકતો નથી, સ્વાર્થ ઘવાઈ જાય ને ! અરે, સ્વાર્થ ન ઘવાતો હોય તો પણ બીજાને આપી ન શકે, “મારું ઓછું થઈ જાય ને!” આ જ વિચાર એને આવ્યા કરે. ક્યારેક આપતો દેખાય તો એની પાછળ પોતાનો વધારે સ્વાર્થ સાધવાની કલ્પના હોય જ. બીજા એના ગુણ ગાય તો પણ એ બીજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org