________________
૪૪૯
બત્રીશી-૧૦, લેખાંક-૪૯
(૫) ભયભીત ઃ એટલે નિત્યભીત.. હંમેશા ભયને અનુભવ્યા કરનારો. ભવાભિનંદી જીવને મન પૌદ્ગલિક અનુકૂળતાઓ જ સર્વસ્વ હોય છે. પણ આ અનુકૂળતાઓ પરાધીન હોય છે. છીનવાઈ જવી - ચોરાઈ જવી – નાશ પામી જવી... વગેરે અભિશાપથી યુક્ત હોય છે. વળી ભવાભિનંદીજીવ સત્ત્વહીન હોય છે. એટલે પૌગલિક અનુકૂળતાઓ ક્યાંય ચોરાઈ-છીનવાઈ ન જાય એવો ભય એને રહ્યા જ કરે છે. વળી બીજાઓને સુખમાં વિઘ્ન કરનારો હોવાથી તેમજ પ્રતિસ્પર્ધીની બુદ્ધિ હોવાથી પણ ભયભીત રહેતો હોય છે. પૌગલિક સુખનું ગાઢ મમત્વ હોવાથી, જે તે ગમે તેવી ઉચ્ચ-સંપન્ન વ્યક્તિ પ્રત્યે પણ “આ મારું છીનવી લેશે' એવી જ શંકાને આધીન થઈને એ ભયભીત રહેતો હોય છે. ભયમોહનીયકર્મના ઉદયે આ દોષ હોય છે.
(૬) શઠ : એટલે કે માયાવી. ભવાભિનંદી જીવ પોતાની અનુકૂળતાઓ અને પોતાના ઉત્કર્ષને જ પ્રધાનતા આપનારો હોય છે. એટલે એને જાળવી રાખવા જરૂર પડે તો માયાનો આશ્રય કરવામાં પણ એને કોઈ છોછ હોતો નથી. ગમે તેવી અંગત વ્યક્તિ પ્રત્યે પણ એ સરળનિર્દભ બની શકતો નથી. એટલે કે સર્વત્ર માયાપ્રધાન હોય છે. માયામોહનીયકર્મના ઉદયે આ દોષ થાય છે.
(૭) અજ્ઞ અજ્ઞ એટલે મૂર્ખ. પરિણામનો વિચાર કરવાની ન તૈયારી હોય, ન ક્ષમતા હોય. જેમ મૂર્ખને કંઈક કહેવા જાવ તો સાંભળે જ નહીં. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ગરજથી - આતુરતાથી - જિજ્ઞાસાથી થતો હોય છે. પુદ્ગલાનંદીપણું પાપની-પાપના પરિણામોની જિજ્ઞાસા-ગરજ જ રહેવા દેતું નથી. પુદ્ગલનો આનંદ મળી જાય છે ને.... ભયો ભયો. આનું પરિણામ શું આવશે ? એ વિચારવાની એને જરૂર જ ભાસતી હોતી નથી. એટલે ક્ષયોપશમ ન હોવાથી મૂર્ખતા હોય છે. (પૌલિક અનુકૂળતાઓ ઊભી કરવા અંગે તો હોંશિયારી હોય જ છે, માત્ર એના પરિણામની બાબતમાં અજ્ઞતા હોય છે.) ગમે ત્યાંથી – ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org