________________
૪૫૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રણિધાનરૂપ હોય છે. સંસ્કાર એટલે જ્ઞાનાવરણનો ક્ષયોપશો. આ ક્ષયોપશમ એ મોહનીય કર્મના ઉદયથી અનુવિદ્ધ (= સંકળાયેલો) હોય તો અશુભ સંસ્કાર કહેવાય છે, અને જો મોહનીયકર્મના ક્ષયોપશમથી અનુવિદ્ધ હોય તો શુભસંસ્કાર કહેવાય છે. જેમકે જે જીવે પોતાનું કાંઈપણ બગાડ્યું છે એનું નામ માત્ર લેવાથી જો ષ ષ થઈ જાય તો અશુભ સંસ્કાર છે. નામ લેવાથી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમના પ્રભાવે એ જીવનું (ને એ જીવે પહોંચાડેલ નુકશાનનું) સ્મરણાત્મક જ્ઞાન થયું. ને સાથે ક્રોધમોહનીયકર્મનો ઉદય થયો.... માટે ગુસ્સો-ગુસ્સો થઈ ગયું. આમ,
જ્યારે જ્યારે એ વ્યક્તિનું જ્ઞાન થાય ત્યારે ત્યારે ભેગો કષાયાદિ અશુભ કર્મોનો ઉદય થાય જ. ને તેથી ગુસ્સો વગેરે આવે.
શુભસંસ્કારમાં આનાથી વિપરીત જાણવું.. એટલે, એ વ્યક્તિ યાદ આવવા પર, એનો અપરાધ યાદ આવે તો પણ ગુસ્સો ગુસ્સો થઈ જતું નથી. પણ એ વખતે ક્રોધમોહનીયનો ક્ષયોપશમ હોવાથી શુભોપયોગના કારણે ક્ષમાભાવ જ સંવેદાય છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિને ભારે ક્રોધ-મારવા સુધીના હિંસકભાવો આવી ગયેલા. પણ જેવો મુગટ લેવા હાથ મસ્તકે ગયો - શુભોપયોગ આવ્યો કે તરત ક્રોધાદિ શાંત થવા માંડ્યા. આ શુભ સંસ્કાર છે.
ભવાભિનંદીજીવને ક્ષુદ્રતા વગેરે દોષોના અશુભસંસ્કારો જ હોય છે, તથા એનું જ પ્રણિધાન હોય છે. માટે એનો અંતરાત્મા મલિન હોય છે. અંતરાત્મા જ જો મલિન છે તો સન્ક્રિયાની રુચિ થઈ જ શી રીતે શકે? તેથી સ્વરસથી થતી સન્ક્રિયા એને સંભવતી નથી. તેમ છતાં, લોકથી અલગ ન પડી જવાય.. એવા ઈરાદાથી કે લોકમાં મહત્ત્વ સ્થાપવાના ઇરાદાથી એ સન્ક્રિયા કરે છે. આમ લોકના આરાધન માટે કરાતી સલ્કિયા લોકપંક્તિ કહેવાય છે.
શંકા - ભવાભિનંદીજીવને કીર્તિની સ્પૃહા, દેવલોકાદિની સ્પૃહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org