________________
[૧૩]
પાડી. ત્યાં મળતાં માનાદિના કારણે ગંગે બધાની અવગણના કરી. મિત્રોએ કહ્યું, “તમે હિંદુ SS છો. અકબર મુસલમાન છે. કયારેક તમને મુશ્કેલીમાં મૂકી દેશે.” Ø પણ કવિ ગંગ પિતાના આત્મવિશ્વાસથી રાજમહેલમાં ગયા. ગંગ મહાન કવિ હતો છે તેણે પિતાના કાવ્યત્વથી અકબરને મુગ્ધ કર્યો.
ધીમે ધીમે ગંગનું સ્થાન વધતું ગયું. તે અકબરનો જમણો હાથ બન્યો. આવું કવિ ગંગનું માન અને પદ જોઈને કેટલાય ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ જતા, તેમને થતું “આવા એક હિંદને આટલું બધું માન!? ઈર્ષાળુઓ કવિ ગંગને નીચે પછાડવા માંગતા હતા. એક વાર તેમણે અકબરના કાન ભંભેર્યા કે-“મહારાજ ! આપ મહાન સમ્રાટ છો આપના ચરણે અનેક રાજા-મહારાજાઓ નમે છે, આપની કેટકેટલી ખુશામત કરે છે, પ્રશંસા કરે છે. અને આ ગંગ કવિ ! આપનો માનીતો કવિ ! આપની જરા પણ પ્રશંસા કદી કરશે નહીં.”
અકબર :- કેમ ના કરે ? ખુશામતિયા - તો સાહેબ કરે પ્રયત્ન અકબર - એમ ! એવી વાત છે? ભલે. બીજે દિવસે રાજદરબાર ભરાયે. પેલા ખુશામતિયા મનમાં હસી રહ્યા છે. આજે
&# 27)