________________
પર્યુષણ પર્વના કર્તવ્ય ૧ લે દિવસ
કર્તવ્ય અમારિ પ્રવત્તન
મુનિવરે કહ્યું કે, “માત્ર આપણે જ કિલ્લા પાસે જવાનું છે. કઈ પણું સૈનિકને સાથે લેવાનો નથી.” અકબરે તે વાતનો સ્વીકાર કર્યો.
આ વાત જાણીને અકબરના સૈન્યમાં ધમાલ મચી ગઈ. સેનાપતિ, વગેરેએ નામરજી દર્શાવી.
અકબરે કોઈનું સાંભળ્યું નહીં. તેને ગુરૂ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. તે તેમની સાથે ગયો.
તેઓ શત્રુ કિલ્લા પાસે પહોંચી ગયા. દરવાજા બંધ હતા. મુનિએ એક કુંક મારી, અને દરવાજા ખૂલી ગયા. બીજી કુંક મારી તે આખુંય સૈન્ય સ્તબ્ધ બની ગયું. એમ કરતાં છેવટે તો અકબરને સિંહાસન પર બેસાડી દીધો. કટકનાં રાજાને થયું કે, આ કઈ પ્રચંડ તાકાતવાળા સાધુઓ છે. તેણે અકબરનું શરણું સ્વીકાર્યું. આમ અહિંસક વિજય થયો. જમ્બર શાસન પ્રભાવના થઈ. અકબર જેવો શહેનશાહ હાથમાં આવે તે પછી પૂછવું જ શું? નેમકુમારનું અહિંસક યુદ્ધ : :
આવું જ શ્રીકૃષ્ણના સમયે બન્યું હતું. શ્રીકૃષ્ણને અડમ કરવાનું હતું તેથી તે ત્રણ છે દિવસ માટે કેમકુમારને યુદ્ધની જવાબદારી સોંપી કેમકે સૈન્યની જાગૃતિ માટે વિધિપૂર્વકના
શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રક્ષાલની જરૂર હતી.
[૬૨]