________________
રડવા લાગ્યા. આ શ્રાવકની સુવાસ ગામમાં ફેલાયેલી હતી. ત્યાં કોઈ પણ દુઃખીને એમની પાસે આશ્વાસન મળતું, સક્રિય સહાય મળતી. “આવા પવિત્ર ઉપકારીને આપણે હેરની
જેમ માર્યો.” આમ કહીને મુકવા પાડીને તેઓ રડવા લાગ્યા. તે શ્રાવક તે ત્યાંથી ચૂપચાપ આ ચાલી નીકળ્યાં. આવા પરગજુ, પોપકારી, સાધર્મિક ભકિત કરનાર આજે પણ છે. કોઈ જ * જાણે નહિ તેમ સહાય કરવી.
() ઝાંઝણ શેઠ: ઝાંઝણ શેઠે કર્ણાવતીથી છરી પાળ સંધ કાઢો. તે સંઘમાં અઢી છે લાખ યાત્રાળુઓ હતા. તે વખતે કર્ણાવતીમાં [હાલનાં અમદાવાદમાં] સારંગદેવ રાજા રાજ્ય
કરતા હતા. તેમણે ઝાંઝણુ શેઠને કહ્યું. “તમારા સંઘમાં જે સુખી માણસ હોય તેમને જમવાનું છે મારા તરફથી આમંત્રણ છે તે તેના જેટલા હોય તેમને મોકલી આપો.”
ઝાંઝણ : “મારા સંઘમાં સુખી અને દુઃખી એ કઈ ભેદ નથી.” આમ કહી તેમણે રાજાનું આમંત્રણ સાભાર પરત કર્યું. વળી તેમણે કહ્યું, “મારે તે અઢી લાખ એક સરખા” રાજા–તેમાંથી જે મુખ્ય હોય તેવા બે ત્રણ હજારને મોકલે.” ઝાંઝણ-“તે મારાથી ન બને. હવે મારી એક ઇચ્છા કે જે આપ આજ્ઞા કરો તે આખા ગુજરાતને હું જમાડું.” રાજા-“મારા જે રાજા અઢી લાખને જમાડી ન શકે, અને શું તે આખા ગુજરાતને જમાડવા તૈયાર છે ? A