Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ અનુરાગ ધરાવતી પ્રજ વીકરી જશે. આથી પ્રજાને શાન્ત રાખવા માટે રાજસેવકે વારંવાર [૧૭૬ ૬ છેષણ કરતા રહ્યા કે, “ રાજાધિરાજ માને છે કે સુદર્શન આવું કાર્ય કદી કરે નહીં, પરંતુ જ્યારે તેઓ પોતાની વાત સ્પષ્ટ રીતે જણાવવાને બદલે મૌન જ રહે છે ત્યારે જ તેમને ફાંસીની સજા કરવી પડે છે.” આ વાતની સુદર્શન શેઠની પત્ની મનોરમાને ખબર પડી. તેને પૂર્ણ વિશ્વાસ હતો કે 2 Sા પિતાના પતિ આવું અકાર્ય કદી કરે જ નહીં. આર્ય દેશના પતિ-પત્નીનું જીવન જ એવું ન હતું કે એક બીજાના પરસ્પરના શીલ અંગે શંકા પડે જ નહિ. મનોરમાએ શાસન દેવાને મનોમન આહવાન કર્યું. “હે શાસન દેવ ! તમે મદદે આવે. ધર્મની અવહીલનાને અટકા”. લોકો કહે છે. જેમાં હવે ધર્મનાં મોટાં પૂતળાં ! આવું અધમ કામ કરતાં ય શરમ ન આવી ? ” હે દેવાત્માઓ ! પરમાત્માના શાસનની હીલના મારાથી સહન થતી નથી.” આમ કહીને તેણે ચારે આહારનો ત્યાગ કર્યો, અને લોગસ્સના કાયોત્સર્ગમાં ઊભી રહી ગઈ. શાસનરક્ષા માટે લોગસ્સને કાર્યોત્સર્ગ રામબાણ ઉપાય છે. મનોરમાન કાર્યોત્સર્ગ આ ફળ્યો. શાસનદેવનું બળ મદદે આવી ગયું. સુદર્શન શેને શૂળી પાસે લઈ જવામાં આવ્યા. શૂળી તૈયાર હતી. તે જ વખતે શાસનદેવે : કેમ ન દક્ષિણ [૧૬]

Loading...

Page Navigation
1 ... 169 170 171 172