________________ 11 મું કર્તવ્ય આલોચના ત્યાં જઈને રાજાને સિંહાસન ઉપરથી ઊચકીને નીચે ફેંકયા. રાજાને લોહીની ઉલટી થઈ. રાજા બધું સમજી ગયા. તેમણે તરત સુદર્શન શેઠની ક્ષમા માંગી. અભયાને “અભય” વાર્ષિક આપવાનું નકકી કરાવીને શેઠે રાજાને અભયાના કુકર્મની સાચી વાત કહી. આ બાજુ અભયારે ખબર પડી કે રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને ફેંકી દેવામાં આવ્યા છે, તેને ભ્યાર્સ લેહીની ઉલટી થઈ છે એટલે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે હવે લેકેને બધી જાણ થશે, મારી આબરૂ ધુળમાં મળશે. આથી તેણે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો.. ભયંકર આફતમાં ય સુદર્શન શેઠે જે શુદ્ધ પૌષધ કર્યો, તે પૌષધ સહુએ કર જોઈએ. જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો અંત:કરણથી મિચ્છામિ દુક્કડં. દિવસ (18)