Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 169
________________ રિતિક હજી વળી તેને અંદર લાવવામાં આવે છે.” આવી જાહેરાત થતી રહી. પછી જ્યારે મેક મળે કે તરત શેઠને મરકેટટ બાંધીને લઈ જવામાં આવ્યા. તે વખતે ય શેઠ કાયોત્સર્ગમાં જ હતા. શેઠને ઊભા રાખવામાં આવ્યા. તેમની પાસે અભયાએ થાય તેટલાં–શકય તેટલાં બધાં સ્ત્રી ચરિત્ર કર્યા. કામવાસના ઉત્તેજિત કરવા ચિત્રવિચિત્ર હાવભાવ કર્યા. પણ શેઠ ઉપર તેની કશી જ અસર ન થઈ. શેઠના મુખ પરની એક રેખા પણ ન ફરી. તે સંપૂર્ણ સ્વસ્થ ઊભા રહ્યા. તેમને ચલાયમાન કરવા અભયાએ ખૂબ ખૂબ પ્રયત્ન કર્યા. પરંતુ શેક તે નિર્વિકાર મુદ્રામાં શાંત ઊભા રહ્યા. જ્યારે અભય થાકી ગઈ, શેને ચલાયમાન કરી શકી નહિ, ત્યારે હાથે કરીને પિતાના શરીરે નખ માર્યા; લેહીના ઉઝરડાવાળું શરીર કર્યું પછી ચીસો પાડવા લાગી. “દોડો દોડો, આ દુષ્ટ પુરૂષ મને હેરાન કરે છે, મારી લાજ લેવા આવ્યો છે. આ ક્રી સાંભળીને રોકીદાર દોડી આવ્યા અને ત્યાં જોયું તે સુદર્શન શેઠ સ્વસ્થ ઊભા હતા. કેવી છે # ભયંકર આફત ! કે ભયંકર પ્રપંચ ! સુદર્શન શેઠને પકડીને રાજા સમક્ષ ખડા કરવામાં ) આવ્યા. રાજા તો હેરત પામી ગયા. તેને પણ નવાઈ લાગી. સુદર્શન શેક આવું આચરણ કદી કરે ખરા ! રાજાએ કહ્યું, “શેઠ તમારા જેવા સજજનની આ દશા ! તમે તે ઇન્દ્રિય 8 વિજેતા ગણાઓ છો ! તમારી કીર્તિ કેટલી પ્રકાશી રહી છે ! તે ય ધર્મને નામે આ ધંધા

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172