Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ વાર્ષિક અગીઆર કર્તવ્ય ૩ જે દિવસ 24 25 26 1 કપિલાએ બધી વાત માંડીને કરી. અભયા-“એક સ્ત્રી થઈને પુરૂષ પાસે તું આવી નમાલી નીવડી? ભલે હવે હું તને ૧૧ મું ૪ પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે જે તે સુદર્શનને પરાજિત ન કરૂં તો અગ્નિમાં બળી મરીશ.” રે કર્તવ્ય આલોચના મહારાણી અભયા રાજમહેલમાં ગઈ. તેણે પોતાની ધાવમાતાને બધી વાત કરી. તે ડોશી હતી. નાનપણથી અભયારે તેણે ઉછેરી હતી. તે ડાહી હતી. સમજુ હતી. તેણે કહ્યું, “સ્ત્રી તરીકે આમ વર્તવું તે યોગ્ય નથી. પર પુરૂષ સાથે આ વર્તાવ ન થાય.” પણ અભયાએ તેનું માન્યું નહીં. તે હવે રણચંડી બની હતી. થોડા જ સમયમાં અભયાને એક અવસર મળી ગયો. ઈન્દ્ર મહોત્સવનો દિવસ આવ્યું. આ મહોત્સવ વખતે બધા પુરૂષોએ ગામ બહાર અપવાદ વિના ચાલ્યા જવાનું હતું, જેથી સ્ત્રીઓ યથેચ્છ રીતે વતી શકે, આખા ગામમાં છટથી ફરી શકે. અભયાએ સ્ત્રીચરિત્ર ભજવ્યું. સુદર્શન બહાર ન ગયા. પણ રાજાની ખાસ છે પરવાનગી મેળવીને ઉદ્યાનમાં પૌષધ લઈને કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. અભયાએ પોતાનું છે સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું. શેઠને ઊંચકીને એમને એમ રાજમહેલમાં તો ન લાવી શકાય એટલે અભયાએ યુકિત કરી. મોટાં મોટાં પુતળાં રાજદરબારમાં લાવવામાં આવ્યા અને બહાર [૧૬] મોકલવામાં આવ્યા. “ અંદર દાસી માંદી છે, તે માટે તેને બહાર લઈ જવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172