________________
[૩૫]
૬ હજાર વધુ ન લાગે. અને એક હજારમાં નાનકડો ધંધો તે સાધર્મિકને મળી જાય. તો તેનું જીં ૮-૧૦ માણસનું કુટુંબ તરી જાય, તો વિચારો ! આવા કેટલા કુટુંબની ગાડી દોડી જાય !
૪રાજકોટનો પ્રસંગ-રાજકોટમાં એક આચાર્ય મહારાજ ચાતુર્મામ માટે પધાર્યા હતા. ત્યાં એક ભાઈ વંદનાર્થે આવ્યા. તેમને જમવા લઈ જવા માટે સ્થાનિક સાધર્મિકભાઈએ AS આગ્રહ કર્યો. આવનાર ભાઈએ ખૂબ ખૂબ આનાકાની કરી, પણ આમંત્રણ આપનાર ભાઈ તો એવા વળગ્યા કે ગમે તેમ થાય તમને જમવા લઈ જ જઈશ. પેલા ભાઈને થયું, “હું છે પૂરો પાપી છું આ જૈન ગણીને મને લઈ જાય, ચાંલ્લો કરે, પ્રેમ પૂર્વક જમાડે. પણ હું ક્યાં સાચા અર્થમાં સાધર્મિક છું ?” તેથી તે ભાઈ તો ના ને ના જ પાડ્યા કરે છે. પણ રાજકોટના ભાઈ તેમને પકડીને ઘરે લઈ ગયા, તાબડતોબ શીરો તૈયાર કરવાનું કહ્યું. ઘેર ગયા પછી ફરી મહેમાને કહ્યું, “મહેરબાની કરે, મને છોડી દો, મને જવા દો.” પણ પેલા ભાઈ સાંભળે ત્યારે ને ? તે ભાઈને જમવા બેસાડયા. સુંદર સરભરા કરીને થાળીમાં શીરે શુદ્ધ ઘીથી
મઘમઘતો પીરસ્યો. હવે પેલા ભાઈનું હૈયું હાથમાં ન રહ્યું. તેની આંખમાંથી ટપટપ આંસુ સ્ત્ર પડવા લાગ્યાં તેણે કહ્યું. “હુ પાપી મારી હિંમત વધુ કાંઈ કહેવાની ચાલતી નથી. જે ગુણ છે [૧૩૫] 8 જોઈએ તે મારામાં નથી. આપ જે રીતે-જે માનીને મને સમજે છે તે હું નથી.”